તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજીમાં 7 દિવસીય મહાકુંભ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યાત્રાધામઅંબાજીમાં ભાદરવીના મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે. જ્યાં શનિવારે ચુંદડીવાળા માતાજીએ દિપપ્રાગટ્ય કરી મેળાને ખૂલ્લો મૂકયો હતો. દરમિયાન મેળામાં આવતાં હજારો શ્રદ્ધાળુઓના અરવલ્લીની ગિરીકંદરાઓમાં પગરવ થઇ રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શનિવારે બનાસકાંઠા જિલ્લા કલેકટર જેનુ દેવન, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, ખ્યાતિ પ્રાપ્ત ચુંદડીવાળા માતાજીના વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય અને આરાધના થકી મહાકુંભને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ માટે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરાઇ હતી. અંબાજી નીજધામ તરફના નજીકના અંતરે અરવલ્લીની કંદરાઓમાં જાણે શ્રદ્ધાના પગરવ મંડરાવા પામ્યા છે. માઇભક્તોની સેવા કરી પુણ્ય કમાવા તત્પર એવા સેવા કેમ્પો અને મેડીકલ કેમ્પો સહિતની સેવાઓ અંબાજીને જોડતાં માર્ગો ઉપર શરૂ થઇ ગયા છે. પ્રથમ દિને લાખો યાત્રિકોએ માં અંબાના દર્શન કર્યાં હતાં

ભાદરવી મેળાના પ્રથમ દિને પ્રતિવર્ષની જેમ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે થઇ મંદિર ચાચરચોકમાં નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

અરવલ્લીની ગિરિકંદરાઓમાં ભાવિકોના અપૂર્વ શ્રદ્ધાના પગરવ

શનિવારે ચૂંદડીવાળા માતાજીએ દીપપ્રાગટ્ય અને આરાધના કરી મહાકુંભને વિધિવત્ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

દર્શનનો સમય

આરતીસવારે 06-15થી 06-45

દર્શન સવારે 06-45થી 11-30

દર્શન બંધ બપોરે 11-30થી 12-30

દર્શન બપોરે 12-30થી 4-30

દર્શન બંધ સાંજે 04-30થી 07-00

આરતી સાંજે 07-00થી 07-30

દર્શન સાંજે 07-30થી01-30

દર્શન બંધ રાત્રે 01-30થી 06-15

અંબાજી મંદિરે ચાચરચોકમાં નવચંડી યજ્ઞ યોજાયો

ભાદરવી પૂનમના મેળામાં પ્રથમ દિવસે 1.35 લાખ લોકોએ દર્શન કર્યાં

અખાદ્ય ચીજોની ફરિયાદો ઊઠી

મેળાનાપ્રથમ દિને અંબાજીની ખાણીપીણીમાં બનાવટી પનીરથી માંડી બટર અને દેશીઘીથી માંડી તેલ અને પ્રસાદમાં પણ અખાદ્ય વસ્તુઓની મીલાવટ થતી હોવાની યાત્રિકોમાં ફરિયાદો ઉઠવા પામી છે.

10.600ગ્રામ સોનાની ભેટ

મેળાનાપ્રથમ દિવસે એક લાખ ઉપરાંત શ્રધ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યુ હતુ. શ્રધ્ધા અને ભક્તિના પ્રતિકરૂપે 10.600 ગ્રામ સોનાની ભેટ આપી હતી. જ્યારે સોસિયલ મિડીયા ફેસબુક, વોટસ અપ, યુ-ટયુબમાં 1.56 લાખ લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો