તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જામનગરમાં 2 દુર્ઘટનામાં 3ના ડૂબી જતાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં 2 દુર્ઘટનામાં 3ના ડૂબી જતાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંસતત બીજા દિવસે વધુ બે યુવકોના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યા હતા. રણજીતસાગર ડેમમાં બે વર્ષ બાદ 14 ફૂટ જેટલું પાણી આવ્યું હતું. ત્યારે અા પાણીને જોવા તેમજ રણજીતસાગર પર પિકનિક મનાવવા શનિવારે તથા રવિવારે લોકો ત્યાં જતાં હોય છે. દરમિયાનમાં શનિવારે સાંજે બે યુવાનના મૃતદેહ પાણીમાં તરતા હોવાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યાે હતો.આ બન્ને યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં.અને તેની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરમિયાનમાં એક યુવાનની ઓળખ મળી હતી. બન્ને યુવાન અમરેલી જિલ્લાના હોય આથી યુવાનના વાલીનો સંપર્ક સાધવામાં આવતા તેઓ પણ જામનગર દોડી આવ્યા હતા. અમરેલીના અા બન્ને યુવાનો જામનગર શા માટે આવ્યા હતાં,તે જાણવા પાેલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

જામનગર નજીક રણજીતસાગર ડેમમાં શનિવારે સાંજે બે યુવાનોના મૃતદેહ પાણીમાં તરતા હોવાની જાણ પ્રથમ ફાયરબ્રિગેડને અને બાદમાં પોલીસને કરવામાં આવતા ફાયરબ્રિગેડ તથા પંચકોશી-બી ડિવિ.નો પોલીસ સ્ટાફ રણજીતસાગર ખાતે પહોંચ્યો હતો.આ બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢી અોળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,

દરમિયાનમાં એક યુવાનની ઓળખ મળી હતી જેનું નામ રવિ ચંદુભાઇ ચાવડિયા (ઉ.વ.20) હોવાનું જાણવા મળતા તેના પરિવારજનોને અંગેની જાણ કરવામાં આવી હતી. તેઓ પણ જામનગર આવી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.બીજા યુવાનની ઓળખ મેળવવા તેમજ બન્ને યુવાનો અમરેલીથી જામનગર શું કરવા આવ્યા હતાં તે જાણવા પણ પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર નજીકના એરફોર્સ નજીકના વિસ્તારમાં રહેતા ચાર બાળ મિત્રો શનિવારની રજાને માણવા નજીકના ચેકડેમમાં નહાવા માટે ગયા હતાં. વખતે નહાવા પડેલા ચાર મિત્રોમાંથી એક ડૂબવા લાગ્યો હતો. ચેકડેમના ઊંડા પાણીમાં તણાવા લાગ્યો હતો અને તે મોતને ભેટ્યો હતો. એક મિત્રના ડૂબી જવાથી ગભરાયેલા ત્રણેય મિત્રો ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને તરુણના મૃતદેહને બહાર કાઢી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં રણજીતસાગરમાં બે યુવાનો ડૂબી ગયાની ઘટના વચ્ચે શહેરના રેલનગર વિસ્તારમાં રહેતો તરુણ તેના મિત્રો સાથે ચેકડેમમાં નહાવા ગયો હતો ત્યારે ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. જામનગર એરફોર્સની પાછળના રેલનગર વિસ્તારમાં રહેતો 12 વર્ષીય વિકાસ શંકરલાલ વર્મા નામનો તરુણ તેના ત્રણ મિત્રો સાથે નજીકમાં આવેલા ચેકડેમમાં નહાવા ગયો હતો. દરમિયાનમાં કોઇ કારણોસર તે ચેકડેમના ઊંડા પાણીમાં તણાવા લાગ્યો હતો અને ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવથી ગભરાયેલા તેના અન્ય ત્રણ મિત્રો ત્યાંથી નાસી છૂટ્યા હતાં. તેના વાલીને અા અંગેની જાણ કરી હતી. જેથી વિકાસના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પાેલીસ સહિત તમામ લોકો ત્યાં ઘટનાસ્થળે પહોચ્યા હતાં. એક કલાકની જહેમત બાદ તરુણને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાે હતો.પોલીસ દ્વારા પીએમ વિધિ કરાવવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે 12 વર્ષના બાળકના મૃત્યુથી વિસ્તારના લાેકોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

ચેક ડેમના ઊંડા પાણીમાં તણાઇને મોતને ભેટ્યો

અમરેલીના બે યુવાનનું રણજીતસાગર ડેમમાં ડૂબી જતાં કરુણ મૃત્યુ

જામનગર નજીક ચેકડેમમાં નહાવા પડેલા 12 વર્ષના તરુણનું મૃત્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો