તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આવાસ ચેકિંગ : ડે. કમિશનર સાથે દારૂડિયાએ ધમાલ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવાસ ચેકિંગ : ડે. કમિશનર સાથે દારૂડિયાએ ધમાલ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમનપાની આવાસ યોજનાઓમાં ચાલતા ચેકિંગના દોર દરમિયાન શનિવારે ખુદ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર.જે.હાલાણી નીકળ્યા હતા. નાનામવા ચોકડી, માયાણીનગર, રાજનગર, વિશ્વનગર સહિતની વસાહતમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન નાનામવા ચોકડીની આવાસ યોજનામાં ચેકિંગ ચાલતું હતુ ત્યારે એક નશો કરેલી હાલતમાં આવેલા એક શખ્સે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સાથે ધમાલ મચાવી હતી.

શનિવારે રજાના દિવસમાં પણ આવાસ યોજનાઓમાં ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું. સવારે ડેપ્યુટી કમિશનર આર.જે.હાલાણી, આવાસ યોજના શાખાના અધિકારી અને સ્ટાફ સહિતની ટીમે વિવિધ વિસ્તારોમાં પડાવ નાખ્યો હતો. ચેકિંગ દરમિયાન લાંબા સમયથી હપ્તા ભરતા હોય એવા આસામીઓનું હિટલિસ્ટ સાથે રાખવામાં આવ્યું હતું. પૈકી રાજનગર આવાસમાં 12 આસામીઓ, વિશ્વનગરમાં 42, અને નાનામવા ચોકડીએ આવેલી આવાસ યોજના સહિતના સ્થળે કુલ 100થી વધુ લાભાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

નોટિસમાં એવી કડક ચેતવણી આપવામાં આવી હતી કે, જો હપ્તો ચડત થઇ જશે તો ક્વાર્ટરની ફાળવણી રદ કરી દેવામાં આવશે. અને અન્ય લાભાર્થીને ફાળવી દેવાશે. દરમિયાન નાનામવાની આવાસ યોજનામાં ચેકિંગ ચાલતું હતું ત્યારે એક શખ્સ નશો કરેલી હાલતમાં આવ્યો હતો અને ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર.જે.હાલાણી સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. વિજિલન્સ પોલીસ અને એસ.આર.પી. બંદોબસ્ત સાથે હોવા છતાં શખ્સ ચડી આવ્યો હતો. જો કે, પોલીસે ધમકાવતા શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

ચેકિંગ દરમિયાન વધુ એવા પાંચ ક્વાર્ટર મળી આવ્યા હતા કે જ્યાં મૂળ લાભાર્થીના બદલે ભાડૂઆત રહેતા હતા. તમામ પાસેથી કબજો ખાલી કરાવવામાં આવ્યો હતો.

હપ્તા ચડત થશે તો ક્વાર્ટરની ફાળવણી રદ કરાશે

હપ્તા ભરતા 100થી વધુ લાભાર્થીને નોટિસ અપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો