તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વેન્ટિલેટર મળતા સિવિલમાં નવજાતના શ્વાસ થંભી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેન્ટિલેટર મળતા સિવિલમાં નવજાતના શ્વાસ થંભી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગડેલાં વેન્ટિલેટરને લીધે એક બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા વારંવાર ટેપ મારીને સરખું કરાતું હતું

કેન્દ્રસરકાર અને રાજ્ય સરકાર દ્વારા જનની સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચીને માતા અને શિશુને શ્રેષ્ઠ સારવાર અપાતી હોવાની ગુલબાંગો વચ્ચે એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં બાળકોના વિભાગમાં અપૂરતા વેન્ટિલેટર અને યોગ્ય સારવારને અભાવે 2 દિવસમાં 6 નવજાત બાળકના શ્વાસ થંભી ગયા હતા. જોકે, બાળકો પ્રી-મેચ્યોર અને મૅજર હાઇરિસ્ક ધરાવતાં હોવાથી મૃત્યુ પામ્યાં હોવાનું

...અનુસંધાન પાનાં નં.17



હૉસ્પિટલતંત્ર જણાવી રહ્યું છે.આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરની ...અનુસંધાન પાનાં નં.15





ખાનગી હૉસ્પિટલમાંથી સિવિલમાં 2 દિવસમાં 6 બાળક દાખલ કરાયાં હતાં. સિવિલના બાળ વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોરના એ-3 અને બીજા માળે આવેલા એ-5 એનઆઇસીયુ (નિયોનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટ)માં રોજ 100 જેટલાં બાળકો સારવાર લેતાં હોય છે, પરંતુ આટલી સંંખ્યા સામે એનઆઇસીયુમાં કુલ 20 વેન્ટિલેટરની જરૂર સામે માત્ર 12 વેન્ટિલેટર છે. તેમાંથી પણ 3 બગડેલાં છે. આથી અન્ય બાળકોને જરૂર હોવા છતાં સુવિધા પ્રાપ્ત થતી નથી.

યુ. એન. મહેતામાંથી સિવિલમાં દાખલ કરાયેલી ગાંધીનગરની બાળકીનું શનિવારે સાંજે મૃત્યુ થયું હતું. મૃત બાળકીના મામાએ નામ લખવાની શરતે જણાવ્યું હતું કે, 4 દિવસની મારી ભાણીને સિવિલના એ-5 એનઆઇસીયુમાં ખસેડાઈ ત્યારે તેની હાલત સારી હતી. એનઆઇસીયુમાં દાખલ કરાયા બાદ તેને વેન્ટિવેટર પર મૂકવામાં આવી હતી, પણ વેન્ટિલેટર બગડેલું હોવાથી તેને શ્વાસમાં લેવામાં તકલીફ પડતી હતી. આથી હૉસ્પિટલ સ્ટાફ વારંવાર ટેપ મારીને વેન્ટિલેટર સરખું કરતો હતો. એનઆઇસીયુમાં કોઈપણ વ્યક્તિ બેરોકટોક અવરજવર કરતી હોવાથી બાળકોને ઇન્ફેક્શનનો ખતરો વધવાની સાથે સ્ટાફની તકેદારીને અભાવે તેનું મૃત્યુ થયું છે.

12 વેન્ટિલેટર, ત્રણ બગડેલા

સિવિલના બાળવિભાગમાં રોજ 80થી 100 બાળક સારવાર હેઠળ હોય છે. આથી દર 10 બાળકે 1 વેન્ટિલેટર હોવું જોઈએ તેની સામે માત્ર 12 વેન્ટિલેટર છે અને તેમાંથી 3 બગડેલાં છે. તેમજ વેન્ટિલેટરની અવેજમાં ઉપયોગમાં આવતાં સીપીએપી અને એરફો જેવાં સાધનોની સંખ્યા પણ ઓછી છે.

ખરાબવેન્ટિલેટર રિપ્લેસ કરાશે

^પ્રી-મેચ્યોરબાળકોના સર્વાઇવલનાં ચાન્સ ઓછા હોય છે. જો કે 12 વેન્ટિલેટરમાંથી 3 ખરાબ છે જેને રિપ્લેસ કરાશે. > ડૉ.એમ. એમ. પ્રભાકર, સુપરિન્ટેન્ડેન્ટ,સિવિલ હૉસ્પિટલ

મૃત્યુ પામેલાં બાળક

હિંમતનગરનાં2, ગાંધીનગરનું 1 અને અમદાવાદના મેમ્કો, બાપુનગર અને મેઘાણીનગરની ખાનગી હૉસ્પિટલથી 3 બા‌ળક સિવિલમાં દાખલં કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો