• Gujarati News
  • National
  • 1928માં આજના જ દિવસે ભારતીય ભૌતિક વિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ (સીવી)

1928માં આજના જ દિવસે ભારતીય ભૌતિક વિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ (સીવી)

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1928માં આજના જ દિવસે ભારતીય ભૌતિક વિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ (સીવી) રમણે પ્રકાશના વિવર્તનની શોધ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે જ્યારે પણ પ્રકાશની કિરણ કોઇ કણમાં જાય છે, ત્યારે પ્રકાશના તરંગ દૈર્ઘ્યમાં ફેરફાર થાય છે. વિવર્તિત પ્રકાશના મોટા ભાગનો હિસ્સો એ જ ઊર્જા સાથે રહે છે, પરંતુ તેની વેવલેન્થ બદલાઇ જાય છે. આ શોધને રમણ ઇફેક્ટનું નામ આપવામાં આવ્યું છે. પ્રકાશમાં ફોટોન હોય છે, જે કોઇ પદાર્થ કે કણથી ટકરાય છે. આ ટક્કરના કારણે ફોટોન ફેલાઇ જાય છે. પરંતુ તેની ઊર્જા એટલી જ રહે છે. રમણનો જન્મ 7 નવેમ્બર 1888માં થયો હતો. પ્રકાશના વિવર્તનની શોધ માટે તેમને 1930માં ભૌતિકનું નોબેલ અર્પણ કરાયું હતું. તેમને 1954માં દેશનું સૌથી મોટું સન્માન ભારત રત્ન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...