એજન્સી | નવી દિલ્હી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી | નવી દિલ્હી

13 દિવસમાં 4 મોટા બેન્કિંગ કૌભાંડ બહાર આવ્યા બાદ કેન્દ્ર સરકારે સખતાઇ બતાવી છે. સરકારી બેન્કોના મેનેજિંગ ડિરેક્ટરને 50 કરોડ રૂપિયાથી વધુની દરેક એનપીએની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. છેતરપિંડી કે બેન્કોને જાણીજોઇને લોનની ભરપાઇ નહીં કરવાના મામલાની ફરિયાદ તાકીદે સીબીઆઇને કરાશે. સાથે જ સંચાલન અને ટેક્નિક સાથે સંબંધિત જોખમ જણાવવા અને તેમાં સુધારાનાં પગલાં ભરવા માટે બેન્કોને 15 દિવસની મહેતલ આપવામાં આવી છે. નાણાકીય

...અનુસંધાન પાના નં. 12સેવા વિભાગના સચિવ રાજીવકુમારે ટિ્વટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે છેતરપિંડી સમયસર શોધી કાઢવી, તેનું રિપોર્ટિંગ અને તપાસનું ફ્રેમવર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેના હેઠળ બેન્કોને આરબીઆઇના નિર્દેશો મુજબ નિર્ધારિત સમયમર્યાદામાં તપાસ કરીને ફ્રોડની ઓળખ કરવી પડશે. છેતરપિંડી 50 કરોડથી વધુ છે તો તેની તપાસ અને સીબીઆઇને ફરિયાદ આપવાની જવાબદારી બેન્કના મુખ્ય સતર્કતા અધિકારી (સીવીઓ)ની હશે.

ફરિયાદ મળતાની સાથે જ સીબીઆઇ લોનની ભરપાઇ નહીં થવાની તપાસ શરૂ કરશે. ખાતા એનપીએ જાહેર થવાની સાથે બેન્ક સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યૂરો પાસેથી લોન લેનારનો સ્ટેટસ રિપોર્ટ માગશે અને બ્યૂરોએ એક સપ્તાહમાં રિપોર્ટ આપવો પડશે. મામલાની ગંભીરતાને આધારે બેન્ક ઇડી અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઓફ ઇન્ટેલિજન્સને પણ તપાસમાં સામેલ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...