• Gujarati News
  • ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો |મહિના પહેલાં નવાઝને ઉત્સાહભેર બોલાવ્યા હતા

ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો |મહિના પહેલાં નવાઝને ઉત્સાહભેર બોલાવ્યા હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે શરીફ મોદીની નજરમાંથી ઉતરી ગયા

જેનવાઝ શરીફને નરેન્દ્ર મોદીએ પોતાની શપથવિધિમાં બોલાવ્યા હતા, શાલ અને સાડીની ભેટ અપાઈ હતી, નવાઝ શરીફ હવે નજરમાંથી એટલા ઉતરી ગયા છે કે મોદીએ તેમની તરફ જોયું સુદ્ધાં નહીં. કાઠમંડુમાં બુધવારે સાર્ક સંમેલનમાં બંને નેતાઓ અંદાજે બે કલાક સુધી મંચ પર રહ્યા હતા. 26-11 પછી પહેલો પ્રસંગ હતો જ્યારે તેની વરસીના દિવસે બંને દેશના વડાપ્રધાન એક મંચ પર આવ્યા હોય. જ્યારે શરીફ ભાષણ આપવા માટે મંચ તરફ જઈ રહ્યા હતા તો મોદી મેગેઝિન વાંચતા રહ્યા હતા.

ભાષણ આપીને શરીફ પાછા આવ્યા ત્યારે મોદીની મુઠ્ઠી બંધ જોવા મળી હતી. મૌનનો જવાબ મોદીએ પોતાના ભાષણમાં આપ્યો હતો. શરીફ માથું નીચું કરીને સાંભળતા રહ્યા. જોકે તમામ નેતાઓ સાથે તેમણે પણ મોદીના ભાષણ બાદ તાળીઓ પાડી હતી.

મોદીના ભાષણમાં 26/11ના હુમલાનો ઉલ્લેખ આવ્યો ત્યારે શરીફ આંખ બંધ રાખીને બેસી રહ્યા હતા.

વિકાસ અને શાંતિ માટે પારસ્પરિક વિશ્વાસ વધારો : નવાઝ શરીફ

વિકાસમાટેઆપણે વિશ્વાસ વધારવો પડશે. પરસ્પર લડવાના બદલે ગરીબી, નિરક્ષરતા, બીમારી સામે લડવું પડશે. (શરીફે કાશ્મીરનું નામ લીધું કે ત્રાસવાદ વિશે બોલ્યા)

26/11નાઘા બાદ કેવી રીતે કોઈના પર ભરોસો મૂકવો : નરેન્દ્ર મોદી

મુંબઈમાંથયેલાત્રાસવાદી હુમલાના દર્દને ક્યારેય ભૂલી નહીં શકાય. દરેક દેશ ઈચ્છે છે કે સારો પડોશી મળે. ત્રાસવાદ વિરુદ્ધ તમામ સાર્ક દેશોએ એક થવું પડશે. દરેક દેશ ત્રાસવાદનો ભોગ બનેલો છે.

કાઠમંડુમાં 12વર્ષ અગાઉ સાર્ક સંમેલન યોજાયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તે સમયે પણ આજના જેવી સ્થિતિ હતી. આવી તંગદીલી હતી, પરંતુ ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફે મંચ પરથી પરત ફરતા સમયે અચાનક વડાપ્રધાન વાજપેયી પાસે પહોંચી જઈ હાથ લંબાવી દીધો હતો.

12 વર્ષ અગાઉ મુશર્રફે ચોંકાવ્યા હતા

મોદી સાથે શરીફ નજર પણ મિલાવી શક્યા નહીં

26/11

બાજુ નવાઝે સાર્કસંમેલનના મંચ પર દુનિયાભરની મોટી મોટી વાતો કરી પરંતુ ત્રાસવાદનો ઉલ્લેખ સુદ્ધા કર્યો.

મોદીએ કહ્યું - મુંબઈહુમલામાં (26/11) અનેક લોકો મૃત્યુ પામ્યા દર્દ ભૂલી શકાય તેમ નથી. ત્રાસવાદનો ખાત્મો કરવા તમામ સાર્ક દેશોએ એક મંચ પર આવવું પડશે.