• Gujarati News
  • National
  • કલામને દફનાવાયા ત્યાં 9 મહિનામાં મેમોરિયલનું નિર્માણ, પ્રથમ વખત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે નોલ

કલામને દફનાવાયા ત્યાં 9 મહિનામાં મેમોરિયલનું નિર્માણ, પ્રથમ વખત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે નોલેજ સેન્ટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનો એક થઈ કલામનું સપનું સાકાર કરેઃ મોદી


રામેશ્વરમમાંજ્યાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને દફનાવાયા હતા તે જગ્યાને હવે નોલેજ સેન્ટર અને સ્મારકમાં ફેરવી દેવામાં આવી છે. ડીઆરડીઓએ કેન્દ્રની મદદથી તેનું નિર્માણ કર્યું છે. 3 એકર વિસ્તારમાં માત્ર 9 મહિનામાં સેન્ટર ઉભુ કરવામાં આવ્યા છે. તેના નિર્માણમાં રૂપિયા 20 કરોડનો ખર્ચ થયો છે. 27 જુલાઈએ કલામની બીજી પુણ્યતિથિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

15 ઓક્ટોબર 2016ના રોજ કલામની 85મી જન્મતિથિએ મેમોરિયલનુ ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું. સ્મારકના ગેટ પર કલામની 7 ફૂટની કાંસાની પ્રતિમા મુકવામાં આવી છે. મેમોરિયલનો લુક ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન જેવો રાખ્યો છે. તેન ચારેય ખૂણે મેમોરિયલ હોલ બનાવાયા છે. તેમાં કલામ રાષ્ટ્રપતિભવનમાં રહ્યા ત્યારના, યુએનમાં આપેલા ભાષણો, ઈસરો અને ડીઆરડીઓમાં તેમના કામ અને શિલોંગના આઈઆઈએમમાં તેમના છેલ્લા લેક્ચર દર્શાવ્યા છે. મ્યુઝિયમમાં કલામે કરેલા સંશોધનો અંગે પણ માહિતી આપતી સામગ્રી મુકાઈ છે.

કલામના કુટુંબ સાથે વડાપ્રધાન મોદી

ત્રણ ભાષામાં ઓડિયો - વીડિયો

મેમોરિયલમાંતામિલ, હિન્દી અને અંગ્રેજીમાં ઓડિયો વિઝ્યુઅલ કોમેન્ટ્રી હશે. તેની થીમ કલામનું વિજ્ઞાનમાં યોગદાન, તેઓ કલામમાંથી ડો. કલામ બન્યા તેની સફર અને યુવાનોને પ્રોત્સાહન રહેશે.

અન્ય સમાચારો પણ છે...