• Gujarati News
  • National
  • કૂકની લડાયક અડધી સદી, વરસાદનું વિઘ્ન

કૂકની લડાયક અડધી સદી, વરસાદનું વિઘ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન | સાઉથઆફ્રિકા સામે અહીં રમાતી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભૂતપૂર્વ સુકાની એલિસ્ટર કૂકે લડાયક અડધી સદી ફટકાર્યા બાદ વરસાદનું વિઘ્ન નડતાં ટી-ટાઇમ લંબાવવામાં આવ્યો હતો અને સમયે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઇંગ્લેન્ડે ચાર વિકેટે 149 રન બનાવી લીધા હતા. સમયે કૂક 161 બોલમાં આઠ બાઉન્ડ્રી વડે 72 તથા બેન સ્ટોક્સ 19 બોલમાં 10 રને રમી રહ્યો હતો. ઓપનર જેનિંગ્સ (0) ચોથી ઓવરમાં ફિલાન્ડરનો શિકાર બન્યો હતો. વેસ્ટલી (25) તથા કૂકે બીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી નોંધાવી હતી. સુકાની જોઇ રુટ અને કૂક વચ્ચે 49 રનની ભાગીદારી નોંધાઇ હતી. રુટ 56 બોલમાં ચાર બાઉન્ડ્રી વડે 29 રન બનાવીને આઉટ થયો હતો. સાઉથ આફ્રિકા માટે ફિલાન્ડરે નવ ઓવરમાં પાંચ મેઇડન નાખીને માત્ર આઠ રન આપી બે વિકેટ ખેરવી હતી. રબાડા તથા મોરિસે એક-એક વિકેટ ખેરવી હતી.

અન્ય સમાચારો પણ છે...