• Gujarati News
  • National
  • નવી દિલ્હી | ભાજપેગોવામાં સરકાર રચવા માટેની તજવીજ શરૂ કરી

નવી દિલ્હી | ભાજપેગોવામાં સરકાર રચવા માટેની તજવીજ શરૂ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | ભાજપેગોવામાં સરકાર રચવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે. ગોવા બચાવવા મનોહર પરિકર સંરક્ષણમંત્રી પદેથી રાજીનામું આપશે. રવિવારે તેઓ રાજ્યપાલને મળ્યા. 21 ધારાસભ્યોનો ટેકાનો પત્ર આપી સરકાર રચવાનો દાવો કર્યો હતો. એક-બે દિવસમાં સીએમ બની શકે છે. યુપીના સીએમનો નિર્ણય 16મીએ, પંજાબમાં અમરિન્દરસિંહ પણ સીએમ પદે 16મીએ શપથ લેશે. ભાજપ મુખ્યાલયે રવિવારે મળેલી પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં ચાર રાજ્યો યુપી, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરના મુખ્યમંત્રીની પસંદગી કરવાની જવાબદારી સર્વાનુમતે અમિત શાહને સોંપાઈ હતી. ...અનુસંધાન પાનાં નં.11









અમિત શાહ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરના નિરિક્ષકો સાથે પરામર્શ કરીને મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય કરશે. તરફ મણિપુરમાં ભાજપે સરકાર રચવા માટે 31 ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે. મણિપુરમાં કુલ 60 બેઠકોમાંથી ભાજપે 21 બેઠક જીતી છે. જ્યારે 28 બેઠક જીતીને કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો છે.



ત્રણ-ત્રણ ધારાસભ્યો ધરાવતી મહારાષ્ટ્રવાદી ગોમાંતક અને ગોવા ફોરવર્ડ પાર્ટીએ પર્રિકરના પુનરાગમની શરતે ભાજપને ટેક આપ્યો છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને સમર્થન આપ્યું છે. ગોવામાં સરકાર રચવા માટે 21 ધારાસભ્યો અનિવાર્ય છે.

દરમ્યાન દિલ્હીમાં મળેલી ભાજપ સંસદીય દળની બેઠકમાં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય 16 માર્ચ સુધી લેવાનું નક્કી કરાયું હતું. માટે અનિલ જૈન અને કૈલાશ વિજયવર્ગીયની ઉત્તર પ્રદેશના નિરિક્ષક તરીકે નિમણૂંક કરાઈ હતી.

તરફ પંજાબમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા 77 ધારાસભ્યોએ કેપ્ટન અમરિંદર સિંહને પોતાના નેતા ચૂંટી લીધા હતા. અમરિંદર સિંહ 16 માર્ચે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પહેલા 14 માર્ચે તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે નવી સરકારના સ્વરૂપ અંગે ચર્ચા કરશે.

ગોવાની ફોર્મ્યુલા: 13+3+3+2=21

ગોવામાં 17 ધારાસભ્યો સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. સરકાર રચવા માટે કોંગ્રેસને ચાર ધારાસભ્યોની જરુર છે. બીજી તરફ 13 બેઠકો જીતનાર ભાજપ બીજા નંબરે છે. સરકાર રચવા તેને 8 ધારાસભ્યોની જરૂર છે. સરકાર રચવાની તડજોડમાં કોંગ્રેસને પાછળ રાખીને ભાજપે 8 ધારાસભ્યોનું સમર્થન મેળવી લીધું છે. ગોવામાં સરકાર રચવાની ભાજપની ફોર્મ્યુલા 13+3+3+2=21ની છે. એટલે કે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી) અને ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી)ના 3-3 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે. અન્ય ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના ગોવા ખાતેના પ્રભારી દિગ્વિજયસિંહે ભાજપ પર સરકાર રચવા માટે ધારાસભ્યોની સોદેબાજી કરવાનો આક્ષેપ મૂક્યો છે.

મણિપુરમાં 10 ધારાસભ્યોનો ટેકો મેળવવા ભાજપના પ્રયાસો

ઇમ્ફાલ: મણિપુરમાં 28 ધારાસભ્યો સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. સરકાર રચવા માટે કોંગ્રેસને માત્ર ત્રણ ધારાસભ્યોની જરૂર છે. જ્યારે 21 ધારાસભ્યો ધરાવતા ભાજપે મણિપુરમાં સરકાર રચવા માટે 10 ધારાસભ્યોનો ટેકો મેળવવો પડશે. બન્ને પક્ષોએ સરકાર રચવા તડજોડ શરૂ કરી છે પણ ભાજપે અહીં પણ સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાર્ટીના મહામંત્રી રામ માધવે સરકાર રચવા જરૂરી આંકડો મેળવી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તમામ ધારાસભ્યો મણિપુરમાં સરકાર રચવા માટે એકતા દાખવશે. મણિપુર વિધાનસભાની 60 બેઠકોમાંથી કોંગ્રેસે 28 અને ભાજપે 21 બેઠક જીતી છે. જ્યારે નગા પીપલ્સ ફ્રન્ટ અને નેશનલ પીપલ્સ પાર્ટીની પાસે 4-4 ધારાસભ્યો છે. લોકજનશક્તિ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસે એક-એક બેઠક જ્યારે એક બેઠક અપક્ષે જીતી છે.







ફરી સીએમ બનશે, ચાર રાજ્યોના મુખ્યમંત્રી અમિત શાહ નક્કી કરશે, યુપીના મુખ્યમંત્રીનો નિર્ણય 16મીએ, મણિપુર માટે પણ ભાજપનો દાવો

ગોવા બચાવવા પરિકર દેશની સુરક્ષા છોડશે

અન્ય સમાચારો પણ છે...