• Gujarati News
  • National
  • ભારતે બાંગ્લાદેશને બેટિંગના પાઠ શીખવ્યા

ભારતે બાંગ્લાદેશને બેટિંગના પાઠ શીખવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૈદરાબાદ ટેસ્ટ | ભારત 3/356, કોહલી 111*, પૂજારા 83, વિજય 108, પ્રથમ દિવસે વ્યક્તિગત રેકોર્ડ નોંધાયા

આઇસીસીટેસ્ટ રેન્કિંગમાં પોતાના નંબર-1ના તાજને યથાર્થ સાબિત કરીને ભારતે બાંગ્લાદેશ સામે અહીં રમાતી એકમાત્ર ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ત્રણ વિકેટે 356 રનનો સ્કોર નોંધાવીને પ્રવાસી ટીમને બેકફૂટ ઉપર ધકેલી દીધી હતી. બંને ટીમો ‌વચ્ચે ભારતની ધરતી પર પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે. ટોસ જીતીને કોહલીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્ટમ્પના સમયે સુકાની કોહલી 141 બોલમાં 12 બાઉન્ડ્રી વડે 111 તથા ટીમમાં પરત ફરેલો અજિંક્ય રહાણે 60 બોલમાં 45 રને રમી રહ્યા હતા.કોહલી સાથેની ભાગીદારી દરમિયાન મુરલી વિજયે ટેસ્ટ કારકિર્દીમાં નવમી સદી નોંધાવી હતી. તેણે 160 બોલમાં 12 બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે 108 રન બનાવ્યા હતા. મુરલી ઓપનર તરીકે સર્વાધિક સદીના મામલે ગંભીર તથા સિદ્ધૂ સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. યાદીમાં સુનિલ ગાવસ્કર (33) પ્રથમ તથા વીરેન્દ્ર સેહવાગ (22) બીજા ક્રમે છે.

નાયરનો અણગમતો રેકોર્ડ, ત્રેવડી સદી બાદ બીજી ટેસ્ટમાંથી બહાર

અન્ય સમાચારો પણ છે...