તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માળિયા હાટીનાનાં કાત્રાસા ગામે મોબાઇલ નેટવર્કનાં ધાંધીયા, રોષ

માળિયા હાટીનાનાં કાત્રાસા ગામે મોબાઇલ નેટવર્કનાં ધાંધીયા, રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાનાંકાત્રાસામાં છેલ્લા કેટલાક દિવસોથી મોબાઇલ નેટવર્કમાં ધાંધીયા જોવા મળી રહ્યા છે. માળિયાનાં કાત્રાસા ગામે ઇન્ટરનેટ સેવા અને મોબાઇલ નેટવર્ક સેવા પણ છાશવારે બંધ થઇ જાય છે જેથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ગામનાં જાગૃત યુવાન વિજય રાઠોડ દ્વારા ખાનગી કંપનીને રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવતા રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામ લોકોએ એવુ પણ જણાવ્યું હતુ કે પંથકમાં વારંવાર જંગલી પ્રાણીઓ ચડી આવે છે તેમજ આરોગ્યલક્ષી સેવા માટે પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કાયમી નેટવર્ક ધાંધીયાનાં પ્રશ્નનો ઉકેલ લાવવો પણ જરૂરી છે તેમજ અહીંથી માત્ર બે કી.મી દુર ખાનગી કંપનીનું ટાવર હોવા છતાં નેટવર્ક કેમ નથી મળી રહ્યું અને બીજી બાજુ સારી સવલત આપવાનાં વાયદાઓ કરવામાં આવે છે તો અંગે પણ યોગ્ય કરવા લોક માંગ ઉઠવા પામી છે.

ગામનાં જાગૃત યુવાને કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત

ઇન્ટરનેટ સેવા પણ થઇ ઠપ્પ : હાલાકી

અન્ય સમાચારો પણ છે...