તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાક. જેલમાં સબડતા દીવનાં 51 માછીમારોને મુકત કરાવવા માંગણી

પાક. જેલમાં સબડતા દીવનાં 51 માછીમારોને મુકત કરાવવા માંગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેકટર અને ફિશરીઝ અધિકારીને રજુઆત કરવામાં આવી

દીવજિલ્લાનાં પણ 51 ખલાસીઓને પાક જેલમાંથી વહેલી તકે મુકતકરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

દીવ જિલ્લામાં આશરે 51 જેટલા માછીમારો પાક જેલમાં છેલ્લા એક વર્ષથી કેદ છે અને તેમનાં પરિવારજનો તેમને વહેલીતકે મુકત કરવામાં આવે તેવી રજુઆતો ઉચ્ચ કક્ષાએ કરી રહ્યા છે અને માછીમારોનાં પરિવારજનો એવું પણ જણાવી રહ્યા છે કે ત્યાંથી મળતા પત્રમાં તેમને ખુબ ત્રાસ આપવામાં આવતો હોવાનું જાણવા મળેલ છે. જેથી પરિવારજનોએ દીવ કલેકટર પી.એસ.જાની, ડે.કલેકટર ડો.અપુર્વ શર્મા, ફિશરીઝ ઓફીસર શુકર આંજણી સહીતનાં અધિકારીઓને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી અને પ્રશાસન દ્વારા માછીમારોને વહેલી તકે મુકત કરવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાક જેલમાં બંધક માછીમારોનાં પરિવારજનોને દીવ પ્રશાસન દ્વારા દૈનિક 200 રૂપિયા લેખે સહાયની ચુકવણી કરવામાં આવી રહી છે.

પ્રશાસન દ્વારા પરિવારજનોને 200 રૂપિયા દૈનિક સહાય

કલેકટરને પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી. તસવીર- જીતુ દિવેચા

તંત્ર મુક્ત કરાવવા આગળ આવે

અન્ય સમાચારો પણ છે...