તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાક.નોમોસ્ટ ફેવર્ડ...... જેમાંવિદેશ, વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સામેલ થશે.

પાક.નોમોસ્ટ ફેવર્ડ...... જેમાંવિદેશ, વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સામેલ થશે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાક.નોમોસ્ટ ફેવર્ડ......

જેમાંવિદેશ, વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સામેલ થશે.

સિંધુજળસંધિના ભંગને યુદ્ધ સમાન ગણીશું: પાકપીએમના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે 56 વર્ષ જૂની સિંધુ જળસંધિના નિયમોનો ભંગ કરવા પર ભારત સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાની ધમકી આપી છે. કહ્યું છે કે તેને યુદ્ધ સમાન મનાશે.

પાકિસ્તાની મીડિયા અનુસાર અઝીઝે મંગળવારે નેશનલ એસેમ્બલીમાં કહ્યું હતું કે સિંધુ જળસંધિમાં દેખરેખની કોઇ વ્યવસ્થા નથી. પણ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ભારત એકતરફી કાર્યવાહી ના કરી શકે. જો ભારત તેનો ભંગ કરશે તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જશે.આ મુદ્દે પાકિસ્તાનને મળનાર આંતરરાષ્ટ્રીય સમર્થન વધી રહ્યું છે.

પાકિસ્તાનનેઆતંકી દેશ જાહેર કરવા અમેરિકામાં અરજી પર એક લાખ સહી

પાકિસ્તાનનેઆતંકી દેશ જાહેર કરવા માટે વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર મૂકવામાં આવેલી અરજી પર અત્યાર સુધીમાં એક લાખ દસ હજાર લોકો સહી કરી ચૂક્યા છે. અમેરિકામાં ભારતીય લોકોએ ગત 21 સપ્ટેમ્બરે અરજી નાખી હતી. આટલા થોડા સમયમાં આટલું વધુ સમર્થન મળવાથી ઓબામા તંત્ર 60 દિવસની અંદર તેની પર નિર્ણય લેશે. જોકે, વ્હાઇટ હાઉસે કહ્યું છે કે કોઇ દેશને આતંકવાદનો પ્રાયોજક જાહેર કરવો એટલું સરળ નથી. એક લાંબી પ્રક્રિયા છે. હાલ અમેરિકા આતંવાદનો મુકાબલો કરવાની પાકની ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહ્યું છે.

સ્કૂલમાંથીકાઢતા.....

એકમહિના અગાઉ સ્કૂલ સત્તાવાળાઓને એક નનામો પત્ર મળ્યો હતો, જેમાં બન્ને વિદ્યાર્થીઓના નામ સાથે તેમનાથી સાવધાન રહેવા ચેતવણી અપાઇ હતી. તે કોઇ વિદ્યાર્થીએ લખ્યો હોવાનું મનાય છે, જેણે વિદ્યાર્થીઓની વાતો સાંભળી હશે. ઘટના પછી દિલ્હીના સેંકડો શિક્ષકોએ શિક્ષણમંત્રી સિસોદીયાની ઓફિસની સામે દખાવો કર્યા હતા અને બંને આરોપીને ફાંસીની સજા માટે માગણી કરી હતી.

દેશમાંપ્રથમવાર.....

અનુભવલેવાનો તેમજ ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગારીની તકો વધારવાનો છે. ટુરિઝમથી યુવાનોમાં સૈન્ય પ્રત્યે રુચિ વધશે તો ભારતીય સૈન્યમાં અધિકારીઓની અછત દૂર થઈ શકશે. ટુરિઝમથી જમ્મુ-કાશ્મીર, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદે કેવી રીતે સુરક્ષા કરાય છે તે જોવાની પણ તક મળશે.

ઉપમુખ્યમંત્રીનીબે કલાક....

કાતરાગામના 50 વર્ષીય સામાજિક કાર્યકરને સ્વર્ણિમ સંકુલમાં હાર્ટએટેક આવતા ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજવાની કરુણ ઘટના બની છે. સચિવાલયમાં હજારોની સંખ્યામાં અરજદારો આવે છે પરંતુ તેમને ધક્કે ચઢાવવાની સરકારની રસમને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.

પાટણના હારીજ તાલુકાના કાતરા ગામના રહીશ 50 વર્ષીય વીરભાણભાઇ ચૌધરી પોતાના ગામને નર્મદાનું પાણી મળે તેની રજૂઆત માટે ગાંધીનગર આવ્યા હતા. તે માટે ગ્રામજનો અને આગેવાનો સાથે સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા માટે આવ્યા હતા. તેઓ બેથી અઢી કલાક સુધી મુલાકાત માટે ચેમ્બરની બહાર રાહ જોઇને બેઠા હતા. તે દરમિયાન વીરભાણભાઇને ચક્કર, ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં લોકો તેમને લઇને નીચે આવ્યા હતા. 108 બોલાવી ગાંધીનગર સિવિલ લઇ જવાયા હતા. ફરજ પરના તબીબે તેમને એટેક આવ્યો હોવાનું જણાતા આઇસીયુમાં ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. વીરભાણભાઇના ભત્રીજા જગદીશભાઇએ જણાવ્યું હતું કે, અમે પાણી માટે રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ તે દરમિયાન કાકાની તબિયત બગડતાં અમે તેમને લઇને તાત્કાલિક સિવિલ પહોંચ્યા હતા.

વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી સચિવાલયમાં વિવિધ કામ માટે મુખ્યમંત્રી અને મંત્રીઓને રજૂઆત કરવા આવનાર અરજદારોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. સોમ અને મંગળવારે સંખ્યા 15 હજાર જેટલી થઇ જાય છે. ધારણા કરતા વધુ અરજદારો આવતા તેમના માટે યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવી શકાઇ નથી.સલામતીના કારણે વાહનો મેઇન ગેટની બહાર મૂકાવી દેવાતા અરજદારોને અડધો કિલોમીટર જેટલું ચાલવું પડે છે. બંને સ્વર્ણિમ સંકુલના તમામ ફ્લોર ઉપર અરજદારોનો ભારે ધસારો જોવા મળે છે. બીજીતરફ બેસવાની પૂરતી વ્યવસ્થા નથી હોતી, મંત્રીઓને પણ કામ બાજુ પર મૂકીને માત્ર અરજદારોને સાંભળવા પડે છે અને સંખ્યા વધુ હોવાથી અરજદારોને પણ કલાકો સુધી બેસી રહેવું પડે છે.

રાત્રે11.30 કલાક સુધી સીએમ રજૂઆત સાંભળે છે

અરજદારોનોભારે ધસારો રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પોતાના કામકાજના કલાકોમાં ફેરફાર કરવો પડ્યો છે. સોમ અને મંગળવારે વહીવટી કામકાજ થઇ નહીં શકતા તેઓ બપોરે 3 વાગ્યા સુધી બંગલે રહીને વહીવટી કામકાજ અને બેઠકો બોલાવે છે અને 3 વાગ્યા પછીનો સમય મુલાકાતીઓ માટે અનામત રાખે છે. પરંતુ મુલાકાતીઓની સંખ્યા એટલી હોય છે કે રાત્રે 11.30 કલાક સુધી રજૂઆતો ચાલે છે.

પાક.નેકાશ્મીર......

પાકિસ્તાનનેઅમે એક શરત પર કાશ્મીર આપી શકીએ છીએ, તેણે કાશ્મીરની સાથે-સાથે બિહાર પણ લેવું પડશે. એવું પણ કહ્યું કે બિહાર પાક. કરતાં વધુ જોખમી છે. હકીકતમાં કાત્જુએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે,પાકિસ્તાનીઓ, ચાલો એકવારમાં આપણા તમામ વિવાદો સમાપ્ત કરીએ. અમે તમને કાશ્મીર આપી દઇએ છીએ, પણ બસ શરતે કે તમારે બિહાર પણ લેવું પડશે. એક પેકેજ ડીલ છે. અથવા તો તમે આખું કાશ્મીર અને બિહાર લઇ લો કે પછી તમને કંઇ નહીં મળે.

કાત્જુની પોસ્ટ પર બિહારના લોકો અને રાજકીય પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી છે. જેડીયુ મહાસચિવ કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે કાત્જુ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે બિહારના લોકોનું અપમાન કર્યુ છે. દેશદ્રોહનો મામલો છે. જોકે વિવાદ વધતો જોઇને કાત્જુએ કહ્યું હતું કે તેઓ મજાક કરી રહ્યા હતા.

ચોરીકરેલી ભેંસની....

હાથમાંથીછૂટી ગઇ. ચોર ક્યાં ગયા કંઇ ખબર પડી નહીં પરંતુ ભેંસે નદી પાર કરી લીધી. ભેંસ પાસે ચોરનો સામાન પણ હતો. નદીકિનારે એક વ્યક્તિને તે ભેંસ મળી તેણે પોલીસને જાણ કરી.સોમવારે રાજસ્થાન પોલીસ ભેંસને લેવા મુરૈનાના અંબાહ પોલીસ સ્ટેશન પહોંચી. માલિકે ભેંસ ચોરી થઇ હોવાના પુરાવા આપ્યા. પોલીસે ભેંસ રાજસ્થાન પોલીસને સોંપી. અંબાહ પોલીસે ભેંસનાં શિંગડા પર બાંધેલા સામાનના આધારે ચોરની ઓળખ કરી લીધી છે. પોલીસ હાલ ચોરોની તપાસ કરી રહી છે પરંતુ ચોર બીજા દિવસ સુધી ઘરે પહોંચ્યા નથી. પોલીસના કહેવા પ્રમાણે ચોર મુરૈનાના રિઠોરા ગામના રહેવાસી છે. ચોર શુક્રવાર-શનિવાર રાતે મુરૈનાથી રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં દેહોલી સ્ટેશનના અતરોલી ગામ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ખેડૂત તીરનસિંહની ભેંસ ચોરી હતી. ચંબલ નદી પાર કરતી વખતે ચોર નદીના વહેણમાં તણાઇ ગયા પરંતુ ભેંસ નદીના બીજા કિનારે પહોંચી. ભેંસ કુથિયાના ગામના વિરતિ શર્માને મળી. તે સમયે તેના શિંગડામાં પોલિથિન બાંધેલી હતી. વિરતિએ લાવારિસ ભેંસની સૂચના પોલીસને આપી. માલિક રવિવારે ભેંસની તપાસ કરતા કુથિયાના સ્ટેશન પહોંચ્યો પરંતુ પોલીસે તેને ભેંસ સોંપી નહીં. સોમવારે તે ફરીથી દેહોલી પોલીસ અને જનપ્રતિનિધિ વીરેન્દ્રપ્રસાદ સાથે અંબાહ પોલીસ સ્ટેશન પહોંચ્યો તો પોલીસે દેહોલી સ્ટેશનના એએસઆઇ શિવશંકરને ભેંસ સોંપી.

અન્ય સમાચારો પણ છે...