• Gujarati News
  • National
  • બાબરામાં આંગણવાડી બિલ્ડીંગના નબળા બાંધકામ અંગે તપાસ કરાશે

બાબરામાં આંગણવાડી બિલ્ડીંગના નબળા બાંધકામ અંગે તપાસ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંધકામમાં ગેરરિતી જણાશે તો પગલા લેવાશે: પાલિકા ઉપપ્રમુખ

થોડાદિવસો પહેલા બાબરામા આંગણવાડી કેન્દ્રનુ બિલ્ડીંગ જર્જરિત હાલતમા હોવાનુ બહાર આવ્યુ હતુ ત્યારે પાલિકા ઉપપ્રમુખ દ્વારા જણાવાયું હતુ કે શહેરમા કોઇપણ સ્થળે નબળુ બાંધકામ ચલાવી નહી લેવાય અને નબળા ગામ અંગે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામા આવશે. બાબરા શહેરમાં વૉર્ડ ૬માં આવેલ આંગણવાડી કેન્દ્રનું નબળા બાંધકામના કારણે કેન્દ્રની છતમાંથી પાણી ટપકતું હોવાથી કેન્દ્રનો ખાદ્ય સામગ્રીનો જથ્થો બગડી ગયો હતો તેમજ બાળકો ઉપર જીવનું જોખમ હોવાની રજુઆત સ્થાનિક નગર સેવક દ્વારા કરવામાં આવતા પાલિકાનું તંત્ર હરકતમાં આવી કેન્દ્રની છતનું મરામત કામ હાથ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે બાબતે પાલીકા ઉપપ્રમુખ વનરાજભાઈ વાળાએ જણાવ્યું હતું કે જે આંગણવાડી કેન્દ્ની રજુઆત મળી છે તેનું એન્જીનીયરીંગ પાસે નીરીક્ષણ કરવામાં આવશે અને બાંધકામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાશે તો કેન્દ્રનું મકાન તોડી નવુ મકાન કોન્ટ્રાક્ટર પાસે તેના ખર્ચે બનાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે શહેરમાં ચાલતા દરેક વિકાસના કામો પૂરતી ગુણવત્તા સાથે કરવા જણાવ્યું છે. થોડી ઘણી પણ ગેરરીતિ નહિ ચલાવી લેવાય તેવું અંતમાં જણાવ્યું હતું.વધુમાં પાલીકા ઉપપ્રમુખ વનરાજ ભાઈ વાળાએ જણાવ્યું હતું કે શહેરમાં ચાલતા વિકાસના કામોમાં પ્રજા પણ જાગૃત બને પોતાના વિસ્તારમાં ચાલતા બ્લોક રોડ,કોઝવે,પુલ,કે આંગણવાડીના કેન્દ્રો બનતા હોય અને કામનું બાંધકામ નબળું જણાય તો તત્કાલ અટકાવી નગરપાલિકાનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...