ભાસ્કર વિશેષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનનાભરતપુરમાં એક એટીએમથી પૈસા ઉપાડનારા લોકોની લોટરી લાગી ગઇ, એક્સિસ બેન્કના એટીએમમાં 100 રૂપિયાના સ્થાને 500 રૂપિયા નીકળી રહ્યા હતા. વિશે આસપાસના લોકોને જ્યારે ખબર પડી તેઓ પોત-પોતાના ડેબિટ કાર્ડ લઇને એટીએમ પહોંચી ગયા હતા. એટીએમ બહાર નોટબંધી જેવું દ્રશ્ય હતું. જ્યાં સુધી બેન્કને તેના વિશે માહિતી મળી, ત્યાં સુધી એટીએમ ખાલી થઇ ગયુ હતું. ગણતરીના કલાકોમાં 250 લોકોએ લગભગ 2 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. હવે બેન્કના કર્મચારીઓ એટીએમથી પૈસા ઉપાડનારા લોકોના ધરના સરનામા લઇને તેમને પૈસા પરત કરવાની વિનંતી કરી રહ્યા છે.

મામલો ભરતપુરના ડીગ નગરનો છે. અહીં 24 જુલાઈએ નવી સડક સ્થિત એક્સિસ બેન્કના એટીએમથી જ્યારે લોકો પૈસા ઉપાડવા પહોંચ્યા ત્યારે 100 રૂપિયાના સ્થાને 500 રૂપિયાની નોટ નિકળવા લાગી હતી. તે જોઇને પહેલા, તો લોકો ચકિત થઇ ગયા હતા. પણ પછી પાંચ ગણી રકમ મળતા તેઓ ખુશીથી ઉછળી પડ્યા હતા. જ્યારે, ઘટનાથી એટીએમમાં પૈસા ભરનારી સંસ્થાના કર્મચારીઓનું ટેન્શન વધી ગયુ હતું. તેઓ છેલ્લા બે દિવસથી એટીએમથી પૈસા ઉપાડનારા લોકોની બેન્કથી સરનામા મેળવીને તેમની પાસેથી પૈસા પરત માગી રહ્યા છે. ઘણાએ તો પૈસા પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે નંગલા પોંછલાના રહેવાસી રામરાજે બેન્કને 16 હજાર રૂપિયા પરત આપી દીધા હતા.તેમને એટીએમથી 4 હજારની જગ્યાએ વીસ હજાર મળ્યા હતા. સંસ્થાના કર્મચારીઓએ બુધવારે રામરાજને મળીને તેમને બાકીના પૈસા પરત આપવાની વિનંતી કરી હતી. એટીએમથી પૈસા ઉપાડનારા અલગ-અલગ બેન્કોના કર્મચારી હતા. તેથી એક્સિસ બેન્કના કર્મચારીઓને આવા લોકોની ડિટેઇલ કાઢવામાં મુશ્કેલી થઇ રહી હતી. એક્સિસ બેન્કની ડીગ બ્રાન્ચના મેનેજર વિપુલ ખંડેલ‌વાલના અનુસાર એટીએમમાં કરન્સી લોડ કરનારી સંસ્થના કર્મચારીઓએ ભૂલથી એટીએમની 100 રૂપિયા વાળી શેલ્ફમાં 500 રૂપિયાની નોટ નાખી દીધી હતી. જેથી 24 જુલાઈએ 100 ના સ્થાને 500 રૂપિયાની નોટ નીકળતી હતી. વાતની ખબર પડતા એટીએમને બંધ કરીને તેને ઠીક કરાયુ હતું. કરન્સી લોડ કરનારી સંસ્થાના લોકો વધારે પૈસા લઇ ગયેલા લોકો પાસેથી પૈસા પરત લાવવામાં લાગેલા છે.

કસ્ટમર રામરાજ પાસેથી 16 હજાર રૂપિયા પરત લઇને બેન્ક તરફથી અપાયેલી રીસિપ્ટ

અન્ય સમાચારો પણ છે...