• Gujarati News
  • National
  • વિશેષ કરાર હેઠળ માત્ર દિવ્ય ભાસ્કરમાં

વિશેષ કરાર હેઠળ માત્ર દિવ્ય ભાસ્કરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત ધીમે ધીમે પાકિસ્તાન બની રહ્યું છે!

ફેશનેબલ દાઢીઅને ઇસ્ત્રીબંધ સફેદ શર્ટ-જીન્સ પહેરેલા અને કરાચીમાં શોરૂમ ધરાવતા પાકિસ્તાની ડિઝાઇનર દીપક પેરવાની કહે છે કે, ‘ભારતીયો સ્વનિર્ભર હતા અને છેવટે તેઓ સાચા સાબિત થયા.’ અલબત્ત, તેમને પોતાના દેશ પર ગર્વ છે, ભલે તેમના ધર્મના હિન્દુઓ સાથે અવારનવાર ખરાબ વ્યવહાર થાય છે, પરંતુ અનેક પાકિસ્તાનીઓની જેમ તેમને પણ ખ્યાલ છે કે મંદ ગતિએ ચાલનારા પાડોશી દેશે અત્યંત ઝડપી ગતિ મેળવી લીધી છે. 70 વર્ષની હરીફાઈના પૂર્વાર્ધામાં તો પાકિસ્તાને મોટાં પગલાં ભર્યાં. પરંતુ છેલ્લાં 25 વર્ષમાં માત્ર બે વર્ષ બાદ કરતાં ભારતનો જીડીપી વધારે ઝડપથી ઊંચે ગયો છે. જોકે, તે પાકિસ્તાનના બદલે ચીન સાથે પોતાની સરખામણી કરે છે, પરંતુ મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ પેરવાનીના મૂલ્યાંકન સાથે સહમત નહીં થાય. આજે ભારતમાં વિકાસની ઝડપ સામે કોઈ શંકા નથી. 1990ની શરૂઆતમાં વર્ષે દહાડે 20 લાખ કરતાં ઓછી બાઇક બનતી હતી અને આજે દર વર્ષે 2 કરોડ બાઇક બનાવીને દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક છે, જેમાંથી 20 લાખ બાઇકની નિકાસ કરવામાં આવે છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓનો આંકડો બમણો થયો છે. 2016માં હવાઈ મુસાફરો 23 ટકા વધ્યા એટલે ઇન્ડિયન એરલાઇન્સે 1000 નવાં વિમાનોનો ઑર્ડર આપ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં ભારતની સોફ્ટવેર અને સેવા નિકાસ આશરે ચાર ગણી વધીને 117 અબજ ડૉલર સુધી પહોંચી છે અને ફેબ્રુઆરીમાં અંતરિક્ષ એજન્સી ઇસરોએ રેકૉર્ડરૂપ 104 ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા, પણ ભારતમાં બનેલાં રોકેટની મદદથી. મે, 2014માં ભાજપે, સ્વચ્છ અને અસરકારક સરકારનું વચન આપણીને જબરદસ્ત જીત મેળવી. નવી સરકારે વિદેશી રોકાણને ગતિ આપવી, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને બહેતર સેવાઓ માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરી. એવો દેશ જે ધારણા સાથે ત્રસ્ત રહ્યો છે કે ‘અર્થતંત્ર રાત્રે વિકસે છે, જ્યારે સરકાર ઊંઘે છે.’ લેખક ગુરચરણદાસના મતે અેક મજબૂત, જમણેરી સરકારની જરૂર હતી. ત્રણ વર્ષ પછી પણ મોદી ચૂંટણી મેદાનમાં અજેય છે અને વિરોધપક્ષો રાજ્યો પૂરતા મર્યાદિત બની રહ્યા છે. પરંતુ મીડિયા સાથે વાત કરનારા લોકોમાં ચિંતા છે કે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી વેપારી વર્ગોના બદલે રાષ્ટ્રવાદી, કટ્ટરપંથી હિંદુ વર્ગોને આકર્ષવામાં જોતરાઈ ગયા છે. સાંપ્રાયિક તણાવ વધ્યો છે. ભારતની 14 ટકા મુસ્લિમ વસ્તીની સ્થિતિ 17 ટકા દલિતો કરતાં સારી નથી. મુસ્લિમોને લાગે છે કે ભૂતકાળમાં તેમના વર્ચસ્વની તેમને અત્યારે સજા મળી રહી છે. દિલ્હીની એક ડિનર હોસ્ટેસ જણાવે છે કે, ‘આજે આપણી પાસે શક્તિશાળી નેતાઓ છે અને મજબૂત સરકાર છે, પરંતુ આપણે વધુ ને વધુ પાકિસ્તાન જેવા બની રહ્યા છીએ.

© 2016 The Economist Newspaper Limited. All rights reserved.

અન્ય સમાચારો પણ છે...