• Gujarati News
  • National
  • 24 કલાકમાં 34 માનવ મૃત્યુ નોંધાતા અત્યારસુધીમાં કુલ મૃત્યુ આંક 128 થયો

24 કલાકમાં 34 માનવ મૃત્યુ નોંધાતા અત્યારસુધીમાં કુલ મૃત્યુ આંક 128 થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંસતત ચાલુ રહેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા, પાટણ સિવાયના વિસ્તારો પણ પૂરના સપાટામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં ગુરુવારે 10 હજાર જેટલા લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. ઉપરાંત પાટણ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, મોરબી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ અને સાબરકાંઠામાં પણ પૂરના પગલે દિવસ દરમિયાન કુલ 20716 લોકોનું સ્થળાંતર કરાયું હતું. અત્યારસુધીમાં 73723 લોકોને સ્થળાંતરિત કરીને રાહત છાવણીઓ અને સલામત સ્થળોએ આશરો આપવામાં આવ્યો છે.

રાહત નિયામક એ.જે.શાહે કહ્યું કે એનડીઆરએફ, આર્મી, એરફોર્સ, એસઆરપી અને સ્થાનિક ટીમો દ્વારા અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રાહત, બચાવની કામગીરી હાથ ધરાઇ હતી. દિવસ દરમિયાન કુલ 1872થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. બચાવ કામગીરીમાં એનડીઆરએફની 32, એસડીઆરએફની 7 અને બીએસએફની 18 ટીમો કાર્યરત છે. ડીસા- ધાનેરા હાઇવે પૂર્વવત્ કરાયો છે. જો કે, હજુ પણ 5 નેશનલ હાઇવે, 30 સ્ટેટ હાઇવે, પંચાયતના 731 અને અન્ય 105 મળીને કુલ 871 રસ્તાઓ બંધ છે. બનાસકાંઠાના 135, પાટણના 113, અમદાવાદના 9, ખેડાના એક અને ગાંધીનગરના બે ગામો મળી કુલ 266 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. છેલ્લા 24 કલાકમાં 34 માનવ મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુ આંક 128 થયો છે. 1889 પશુના મોત થયા છે.

85 તાલુકામાં વરસાદ, કલોલમાં 10 ઇંચ

ગુરુવારેરાજ્યના 85 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ધરમપુર અને કલોલમાં 10 ઇંચથી ડાંગના વઘઇમાં 8 ઇંચ, કડીમાં 8 ઇંચ, તાપીના ડોવણમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...