• Gujarati News
  • National
  • ભાવપરા અને ખિસ્ત્રી સહિતના ગામોમાં છાણાની હોળી રમાશે

ભાવપરા અને ખિસ્ત્રી સહિતના ગામોમાં છાણાની હોળી રમાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્યવિસ્તારમાં મહેર મણીયારા રાસનું પણ આયોજન કરાય છે

પોરબંદરજિલ્લામાં હોળી અને ધૂળેટીની ઉજવણીને લઈને પરંપરા મુજબ છાણાથી હોળી રમાય છે. ઉપરાંત ગ્રામ્યવિસ્તારોમાં પડવાના દિવસે મહેર મણીયારા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે પોરબંદર જિલ્લાના ભાવપરા અને ખિસ્ત્રી ગામે પાણા-છાણાની હોળીની રમત રમવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થાય છે અને ત્યારબાદ ઢોલનગારા સાથે સામસામા છાણાનો છૂટ્ટો મારો ચલાવે છે. રીતે છાણા-પાણાની હોળી રમવામાં આવે છે. બન્ને ગામોમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીના તહેવારો ઉપર છાણા-પાણાની હોળી રમવામાં આવે છે. હોળીને નિહાળવા પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પોરબંદર ઉપરાંત ગ્રામ્યવિસ્તારોમાં મહેરસમાજ દ્વારા હોળીથી લઈને ત્રણ દિવસ સુધી મહેર મણીયારા રાસનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં મહેર જ્ઞાતિના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં મહેર મણીયારો રાસ રમીને ધૂળેટીના તહેવારની ઉજવણી કરે છે. સામાન્ય રીતે હોલિકાદહનમાં છાણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હોળીના બીજા દિવસે રંગોની સાથેસાથે પોરબંદર વિસ્તારમાં છાણાથી પણ ધૂળેટી રમવામાં આવે છે. છાણાની હોળી ઉપરાંત કેટલાક સ્થળોએ અશ્વ રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...