• Gujarati News
  • National
  • અમેરિકાએ હાથ અધ્ધર કરતાં પ્રોજેક્ટ અટકી ગયો હતો, ઇસરોની વૈજ્ઞાનિકોએ 20 20 કલાક કામ કરી મિશન સફળ બના

અમેરિકાએ હાથ અધ્ધર કરતાં પ્રોજેક્ટ અટકી ગયો હતો, ઇસરોની વૈજ્ઞાનિકોએ 20-20 કલાક કામ કરી મિશન સફળ બનાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસરોમાં4000 મહિલાઓ છે. તમામનું જીવન ઉપગ્રહની માફક એકદમ ચોક્કસ ટાઇમ મેનેજમેન્ટથી ચાલે છે. ભૂલની કોઇ ગુંજાશ નથી. તેમણે પુરુષ વૈજ્ઞાનિકોથી બમણી મહેનત કરવાની હોય છે. તેઓ ઐતિહાસિક મિશનને સફળ બનાવે છે, ઘર પણ સંભાળે છે. 15 ફેબ્રુઆરીએ ઇસરોએ 104 સેટેલાઇટ લૉન્ચ કર્યા. દરમિયાન એક તબક્કે મુશ્કેલ સમય આવ્યો જ્યારે વૈજ્ઞાનિક જી. મંગલમ અને જયશ્રી જના ભટ્ટાચાર્યની ટીમે ચેલેન્જને અશક્ય સમયમાં પૂરી કરી બતાવી.

ભાસ્કર વિશેષ

જી.મંગલમ ઇસરોહેડક્વાર્ટર

જયશ્રી જના ભટ્ટાચાર્ય આઇજૈક,બેંગલુરુ

જયશ્રીએ લીધી ચેલેન્જ...

15ફેબ્રુઆરીના દિવસે ઇસરો સેન્ટરમાં સન્નાટો છવાયેલો હતો. ટ્રેકિંગ-પોઝિશનની ઘોષણા થઇ- તમામ ઉપગ્રહો નિશ્ચિત સમય પર. મિશન સફળ થતાં હું રડવા લાગી. પરંતુ વીતેલા બે મહિના ખૂબ મુશ્કેલ રહ્યા. અમે 104 સેટેલાઇટ લૉન્ચ કરવાની તૈયારીમાં વ્યસ્ત હતા. અભિયાનમાં અમેરિકાના બે મોટા સેટેલાઇટ હતા. અમેરિકી સેટેલાઇટના આધાર પર ઇક્વિપમેન્ટ બૅ બનાવાયો પણ ડિસેમ્બરમાં અમેરિકાએ ડીલ રદ કરી દીધી. હવે સમસ્યા હતી કે ઇક્વિપમેન્ટ બૅમાં જે જગા બનાવાઇ હતી તેને ક્યાં ફિટ કરવીω લૉન્ચિંગમાં 60 દિવસ બાકી હતા, જે નવો સેટેલાઇટ બનાવવા માટે ઘણો ઓછો સમય હતો. મિશન ટાળવું અશક્ય હતું. તેથી અમે સેટેલાઇટ બનાવવાનું નક્કી કર્યું. રોજ 22 કલાક કામ કર્યું. રેકોર્ડ દોઢ મહિનામાં ટાસ્ક પૂરું કરી બતાવ્યું. જોકે, મિશન સફળ થયું ત્યાં સુધી ડર હતો કે ઉતાવળમાં ક્યાંક કોઇ ભૂલ તો નથી થઇ ને ?

જી.મંગલમે પૂરી કરી...

સેટેલાઇટબની ગયા પણ લૉન્ચિંગ આડે થોડા દિવસ બાકી રહ્યા હતા અને ક્વોલિટી ચેકિંગનું કામ હજુ બાકી હતું. કામ જી.મંગલમ પાસે હતું. તેઓ જણાવે છે કે આટલા ઓછા સમયમાં દરેક સેટેલાઇટના ઉપકરણ, સોફ્ટવેર, સેટિંગની તપાસ ખૂબ કઠિન હતી. એક ભૂલ ઇસરોની સઘળી મહેનત પર પળવારમાં પાણી ફેરવી શકતી હતી. જ્યારે તમે ઇતિહાસ રચવાના હો ત્યારે ક્યારેય એવું નહીં ઇચ્છો કે તમારા લીધે કોઇ ગરબડ થાય. આવા સમયે કેટલાય દિવસ સુધી ભૂખ નથી લાગતી. અમારી સાથે પણ આવું થયું. રાત્રે સૂતી વખતે મગજમાં મિશન ચાલતું હતું. છેલ્લા 7 દિવસ 20-20 કલાક કામ કર્યું.

અન્ય સમાચારો પણ છે...