• Gujarati News
  • National
  • પિતા પુત્રની અડધી સદી, 86 વર્ષ જૂની ઇનિંગ્સની યાદ તાજી કરી

પિતા-પુત્રની અડધી સદી, 86 વર્ષ જૂની ઇનિંગ્સની યાદ તાજી કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર શિવનારાયણ ચંદ્રપોલ અને તેના પુત્ર તેજનારાયણ ચંદ્રપોલે એક અનોખી સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે.

પિતા-પુત્રની જોડીએ ગુયાના તરફથી રમતા અડધી સદી ફટકારી હતી. જમૈકા સામે સબીના પાર્કમાં રમાઈ રહેલી ચાર દિવસીય મેચમાં 42 વર્ષીય વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર શિવનારાયણ ચંદ્રપોલે 57 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે બીજી તરફ તેના 20 વર્ષીય પુત્ર તેજનારાયણે 58 રનની ઇનિંગ્સ રમી હતી. ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં પિતા-પુત્રની જોડીએ 86 વર્ષ જુની ઇનિંગ્સની યાદ અપાવી છે. ફર્ક ફક્ત એટલો છે કે વખતે પિતા-પુત્રની જોડીએ અડધી સદી ફટકારી છે, તે વખતે સદી ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...