• Gujarati News
  • National
  • ફરી વપરાશ થઈ શકે તેવા GM બિજ વિકસાવવા જોઈએ

ફરી વપરાશ થઈ શકે તેવા GM બિજ વિકસાવવા જોઈએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લ્લા કેટલાક સમયથી જી.એમ. પાક અને જી.એમ. બિજનો વિવાદ ચાલે છે. ઘણાં બધા દેશોમાં જી.એમ. પાકનો વિરોધ થઈ રહ્યો છે. એના માટે એવુ કારણ આપવામાં આવે છે કે, બિજ જમીનને નુકશાન કરે છે તથા માણસના સ્વાસ્થ્ય માટે પણ અયોગ્ય છે. પરંતુ જી.એમ. પાકનું ઉત્પાદન વિપુલ થતુ હોવાથી ભારત જેવા વધુ વસતિ ધરાવતા દેશોમાં જી.એમ. પાક પ્રચલીત બન્યો છે. ભારતમાં કોટન અને મકાઈમાં તેનો સફળ પ્રયોગ થયા બાદ તેનુ વાવેતરનો વિસ્તાર પણ વધ્યો છે. વિશ્વમાં સૌથી વધુ કપાસ ઉત્પાદન કરતા દેશોની યાદીમાં ભારત મોખરાનું સ્થાન ધરાવે છે, તેવી રીતે મકાઇમાં પણ ગુજરાત જેવા રાજ્યોએ ઘણી પ્રગતિ કરી છે. આદિવાસી વિસ્તારમાં મકાઈની ખેતીને કારણે ઘણા ખેડૂતો સંપન્ન બન્યા હોવાના પણ દાખલા છે.

જી.એમ. પાક સામે એક મોટો વિરોધ એવો છે કે, તેના બિજ બહુ મોંઘા આવે છે અને તેનો ફરી ઉપયોગ થઈ શકતો નથી. માટે કેટલાક ખેડૂત સંગઠનોએ ઝુંબેશ પણ ચલાવી હતી. થોડા સમય અગાઉ બી.ટી. કોટનના પાકમાં જીવાંતનો ઉપદ્રવ થવાથી ખેડૂતોને મોટુ નુકશાન થયું હતું. તે સમયે જી.એમ. બિજનું ઉત્પાદન કરતી બહુરાષ્ટ્રીય કંપનીએ પોતાના બચાવમાં એવુ જણાવ્યું હતું કે, તેમની ટેક્નોલોજી હવે થોડી જૂની થઈ હોવાથી જીવાંતનો ઉપદ્રવ વધ્યો છે પરંતુ તે માટે સુધારાના પ્રયાસો ચાલી રહ્યાં છે. દરમિયાન વૈશ્વિક બજારમાં કપાસના ભાવ ઘટવાને કારણે તથા ચીન દ્વારા કપાસની ઓછી ખરીદી કરાતા કપાસના ભાવમાં કડાકો બોલી ગયો હતો તે સમયે ઘણાં બધા ખેડૂતોએ બી.ટી. કોટનનું વાવેતર બંધ કરી દીધું હતું. હવે ફરી તેઓ તેના વાવેતર તરફ વળ્યાં છે.

પરંતુ જે ખેડૂતો હજુ પણ બી.ટી. કોટનનું વાવેતર કરે છે તેવા ખેડૂતો માટે એક સારા સમાચાર પંજાબ કૃષિ યુનિવર્સિટીમાંથી આવ્યા છે. તેના વૈજ્ઞાનિકોએ ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા બિજની શોધ કરી છે. પરિણામે એવુ કહેવાતુ હતુ કે, ખેડૂતોની પડકર કિંમત ઘણી વધે છે. જો બિજ સફળ થશે તો ખેડૂતોની પડતર ઘટશે અને તેમની ઉપજમાં પણ વધારો થશે.

પંજાબ કૃષિ યુનિવર્સિટીના વડા ડૉ. બલદેવસિંહ ધિલ્લોનના જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ દ્વારા તેનુ જાહેરનામુ બહાર પડી જશે. આઇ.સી.ઇ.આર. દ્વારા ઉત્તર ભારતમાં જાતના વાવેતરમાં મંજૂરી પણ આપી દેવાઈ છે. માટે પંજાબ કૃષિ યુનિવર્સિટીને બિજના કોમર્સિયલ ઉત્પાદન માટે યોગ્ય ગતિવિધિ કરવા પણ જણાવી દેવાયું છે. યુનિવર્સિટીએ કુલ ત્રણ જાત વિકસાવી છે. જેમાં પી.એ.યુ. બી.ટી.1, એફ 1861, આર.એસ. 2013નો સમાવેશ થાય છે. આમાંથી પી.એ.યુ. બી.ટી. 1 અને એફ 1861 પંજાબ કૃષિ યુનિ.એ વિકસાવી છે જ્યારે આર.એસ. 2013 રાજસ્થાન કૃષિ યુનિ. દ્વારા વિકસાવવામાં આવી છે. નાગપુરના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ દ્વારા પણ વિવિધ જાતોને વિકસાવવામાં મદદ મળી છે. નવી જાત વિકસાવાઈ તેમાં જીવાંતની સમસ્યા દૂર કરાઇ હોવાનો પણ પંજાબ યુનિ. દ્વારા કરવામાં આવ્યો છે. આગામી વર્ષથી ખેડૂતો બિજનું વાવેતર ચાલુ કરી દેશે. પરિણામે તેમની પડતર ઘટવાની સાથે ખેડૂતોનો નફો પણ વધશે. દરમિયાન જો કપાસના ભાવ વધશે તો ખેડૂતોને ફાયદો થવાનો છે, પરંતુ માટે હાલમાં જે રીતે જી.એમ. પાકનો વિરોધ થાય છે બંધ થવો જોઇશે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે. ઉત્તર ભારતમાં પ્રયોગ થવાનો છે ત્યારબાદ પશ્ચિમ ભારતમાં માટેનો પ્રયોગ હાથ ધરાશે. ગુજરાતમાં બી.ટી. કોટનનો વાવેતર વિસ્તાર અને માર્કેટ બંને ઘણા મોટા છે.

માત્ર પંજાબમાં 20 થી 25 લાખ બી.ટી. કોટન બિજના પેકેટની જરૂર પડતી હોય છે. તેનું મૂલ્ય અંદાજે રૂ. 225 કરોડ જેટલુ થવા જાય છે. રીતે ગણીએ તો ખેડૂતો જ્યારે ફરી વપરાય તેવા બિજનો ઉપયોગ કરશે ત્યારે સ્વાભાવિક રીતે તેમના ખર્ચમાં પણ કાપ આવવાનો છે અને તેમની આવક પણ વધશે. જોવાનું છે કે, ખેડૂતો કેટલી ઝડપથી નવી વેરાયટીને અપનાવે છે. અત્યાર સુધીમાં દેશમાં બી.ટી. કોટન અને કોરના પાકને ઘણી સફળતા મળી છે. બી.ટી. રિંગણની વાત હતી પરંતુ તે સમયની યુ.પી.એ. સરકાર દ્વારા તેને મંજૂરી અપાઈ નહોતી. ત્યારબાદ 2014માં એન.ડી.એ. સરકાર સત્તા પર આવી એટલે વિવિધ જી.એમ. પાકના પરિક્ષણને મંજૂરી અપાઈ છે. જો કે, હજુ સુધી વ્યાપારી ધોરણે જી.એમ. પાકને મંજૂરી અપાઈ નહીં હોવાથી જોવાનું છે કે, હાલની કેન્દ્ર સરકાર અંગે ક્યારે નિર્ણય લે છે.(લેખક :કૃષિ નિષ્ણાત અને વરિષ્ઠ પત્રકાર છે)

ટેક્નોલોજી | જેનેટિકલી મોડીફાઇડ પાકનો વધતો વ્યાપ પણ કિંમત પર અંકુશ જરૂરી

અન્ય સમાચારો પણ છે...