• Gujarati News
  • National
  • જમીનથી 60 ફુટ નીચે, 15 ફુટ ઉપર મેટ્રો રેલ સુરતમાં દોડશે

જમીનથી 60 ફુટ નીચે, 15 ફુટ ઉપર મેટ્રો રેલ સુરતમાં દોડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવા માટે ડીએમઆરસીને કામગીરી સોંપાઇ છે. 40 કિમીની લંબાઇના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને બે કોરિડોરમાં વિભાજિત કરાયો છે. સરથાણાથી ડ્રીમ સિટી અને ભેસાણ ડેપોથી સરોલી એમ બે રૂટને મંજૂરી અપાઇ છે. કોરીડોર તૈયાર કરવા માટે 12800 કરોડનો ખર્ચ થશે. માટે જાઇકા અથવા અન્ય એજન્સીની ઓછા વ્યાજની લોન માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. માટેના ડ્રાફટના રાજ્ય સરકારની હાઇપાવર કમિટીએ મંજુરી આપ્યા બાદ તેનો ડીટેઇલ સર્વે કરવાની કામગીરી હાલમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની સાથે ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટેશન સ્ટડી અને મેટ્રો ડીમાન્ડ ફોરકાસ્ટીંગની કામગીરી અમદાવાદની સેપ્ટ દ્વારા કરાઇ રહી છે.

વરાછાહિરા બજાર અને ડાયમંડ બુર્સને મેટ્રોથી જોડવામાં આવશે

ડ્રીમસીટીમાંરોજના બેથી ત્રણ લાખ લોકો રોજ અવર જવર કરવાની શક્યતા હોવાના કારણે સૌથી મોટી સમસ્યા આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશનની થવાની છે. માટે બીઆરટીએસ, સીટી બસ અને મેટ્રોરેલની પણ સુવિધા લોકોને મળી રહે તે પ્રમાણેની આયોજન કરવામાં આવી રહ્યુ છે. તેમાં સરથાણાથી શરૂ થતી મેટ્રો રેલ વરાછામાં આવેલા હિરા બજાર ખાતે એક સ્ટેશન આપવામાં આવનાર છે. જ્યારે

સરથાણાથી શરૂ કરવામાં આવનારી મેટ્રો વરાછા વોટર વર્કસ પાસે અંડરગ્રાઉન્ડ જતી રહેશે. ત્યાંથી વરાછા લંબેહનુમાન રોડ થઇને રેલવે સ્ટેશન, સિનેમા રોડ, રાજમાર્ગ, લાલગેટથી ક્રાઉન ડેરી વાળા રસ્તા પર વળાંક લઇને ચોક બજાર ફુરજા પાસે આવેલા પેટ્રોલ પંપની પાછળના ભાગે મેટ્રો બહાર નીકળવાની શરૂઆત કરશે. તે નદીના કિનારે થઇને રંગઉપવન પાસે બહાર નીકળશે. ત્યાંથી મક્કાઇપુલ, કાદરશાની નાળ થઇને મજુરા ગેટ સુધી મેટ્રોને ધીમે ધીમે જમીનની ઉપરના ભાગે લઇ જવાશે.

વરાછા વોટર વર્કસથી અંડરગ્રાઉન્ડ મેટ્રો રંગઉપવન પાસે બહાર નીકળશે

સર્વે હાલમાં કરવામાં આવી રહ્યા છે

ટોપોગ્રાફીકલસર્વે, સોઇલ ઇન્વેસ્ટીગેશન સર્વે, એન્વાયરમેન્ટ ઇમ્પેકટ સ્ટડી સર્વે તથા સોશિયલ ઇમ્પેકટ સ્ટડી, હાઉસ હોલ્ડ સર્વે, ટ્રાફિક કાઉન્ટ, ઓરીજીન ડેસ્ટીનેશન સર્વે અને ભાડુ ચુકવવાની ઇચ્છાશક્તિ. જો કે મેટ્રોના કારણે સુરતવાસીઓને બહુ મહત્ત્વની સુવિધા ઉપલબ્ધ થશે.

બે કોરીડોર

હાલમાં પ્રકારના સર્વે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે

40 કિમીના બે કોરીડોરમાં 7 કિમી અંડરગ્રાઉન્ડ મેટ્રો

કોરીડોર- 2 |કોરીડોરની કુલ લંબાઇ 18 કિમી છે. તેમાં મોટાભાગે જમીનથી 15 ફુટ ઉપર મેટ્રો દોડશે. તેની શરૂઆત ભેંસાણ ઉગતરોડથી એલપી સવાણી સર્કલ થઇને બદરીનાથ મંદિર

કોરીડોર- 1 |કોરીડોરની કુલ લંબાઇ 22 કિલોમીટર રાખવામાં આવી છે. તેમાં સાત કિલોમીટર અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડશે. તેની શરૂઆત સરથાણાથી નાના વરાછા, લંબેહનુમાન રોડ, સુરત રેલવે સ્ટેશન, ચોક, મજુરાગેટ, ભટાર, અલથાણ, ભીમરાડ, સરસાણા કન્વેકશન સેન્ટર થઇને ડ્રીમસીટી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...