તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડેસર નજીકથી વિસ્ફોટકોના જથ્થા સાથે એકની ધરપકડ

ડેસર નજીકથી વિસ્ફોટકોના જથ્થા સાથે એકની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેસરતાલુકાના વિવિધ નદી કીનારાના ગામોમાં વસ્તા મચ્છીમારીના વ્યવસાય સંકડાએલા ઇસમો છેલ્લા વર્ષ દરમિયાન થી મચ્છી મારવા માટે જીવ સટોસટનો ખેલ ખેલી રહ્યો છે. તેવા અહેવાલ દિવ્યભાસ્કરમાં તા.23 એપ્રિલના રોજ પ્રકાશીત થયા હતા.

ડેસર તાલુકાના ત્રાંસીયામાં રહેતા ભલાભાઇ ચંદુભાઇ રાઠોડ ના માતાવાળા ફળિયામાં એસ.ઓ.જી ની ટીમે બાતમીના આધારે છાપો મારતા 3220 રૂપિયાની કિંમતના વિસ્ફોટકો ઝડપી પાડ્યા હતા. તેમાં ડીટોનેટર નંગ 70, કિંમત રૂા.700 અને જીલેટીન સ્ટીક નગ 42, કિંત રૂા.2520 મળી કુલ રૂા.3220 ના મુદ્દામાલ સાથે ભલાભાઇ રાઠોડને ઝડપી સ્ફોટક અધિનીયમ 1959 મુજબ ગુનો નોંધાવી ડેસર પોલીસ ને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ડેસર પોલીસ આરોપીના 2 દિવસના રીમાન્ડ મેળવી વધુ વિગતે તપાસ હાથ ધરી છે.અગાઉ આધુરભુત વર્તુળો દ્વારા ડેસર તાલુકાના નદી કિનારે મચ્છી મારવાનો વ્યવસાય કરતા માછીમારો વિસ્ફોટક પદાર્થનો મોટાપાયે ઉપયોગ કરી રહ્યા છે. તેવી વાતો વાયુવેગે ફેલાઇ હતી. પરંતુ તેના ઉપર તંત્ર ગણે ખાસ દ્યાન રાખ્યુ નહતુ.

રૂ.3220 રૂપિયાની કિંમતના વિસ્ફોટકો ઝડપી પાડ્યા હતા

મચ્છી મારવા માટે જીવ સટોસટનો ખેલ ખેલી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...