તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજપીપળામાં મુસ્લિમ યુવાને આદિવાસી સગીરાની છેડતી કરી

રાજપીપળામાં મુસ્લિમ યુવાને આદિવાસી સગીરાની છેડતી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળામાંમુસ્લિમ યુવાનના ત્રાસથી દલિત યુવતીના આપઘાતની ઘટનાના પડધા શમ્યા નથી ત્યાં વધુ એક આદિવાસી સગીરાની મુસ્લિમ યુવાને છેડતી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ આવા અસામાજીક તત્વો સામે કડક હાથે પગલાં નહિ ભરે તો આંદોલનના પણ એંધાણ વર્તાઇ રહયાં છે.

રાજપીપળામાં થોડા દિવસો અગાઉ દલિત યુવતીએ મુસ્લિમ યુવાનના રોજે રોજની હેરાનગતિ અને ત્રાસથી કંટાળીને કરજણ નદીમાં મોતની છલાંગ લગાવતા શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઇ હતી. હિંદુ સંગઠનોએ મુસ્લિમ સમાજના અસામાજીક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ કરી હતી પણ અસરકારક કાર્યવાહી નહી થતાં હીંદુ સગીરાની છેડતીનો વધુ અેક બનાવ બન્યો છે. શહેરમાં મુસ્લિમ યુવાનોના વધી રહેલી પ્રવૃતિઓ સામે આંદોલનના એંધાણ વર્તાઇ રહયાં છે.

સગીરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ખાટકીવાડમાં રહેતો સાજીદ મંહમદ શેખ છેલ્લા એક મહિનાથી તેને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા જણાવતો હતો.જેની સગીરાએ ઘસીને ના પાડી દેતા તે અવારનવાર સગીરાનો પીછો કરતો હતો. શનિવારની સમી સાંજે તે રાજપીપલા શીતળા માતાના મંદિરના બાકડા ઉપર પોતાની ફોઇની દિકરી તથા ગામમા રહેતી યુવતી સાથે બેઠેલી હતી તે વખતે સાજીદ શેખમંહમદ શેખ ત્યાં ગયો હતો.તેણે તેની સાથે જબરદસ્તીથી શારીરિક ચેષ્ટા કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસના લોકો ત્યાં આવી જતા તેને પોલીસને હવાલે કરાયો હતો. પોલીસે મુસ્લિમ યુવાન વિરુદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

યુવતીઓની છેડતીના વધી રહેલાં બનાવોથી હીંદુ સમાજમાં રોષ

ખાટકીવાડના યુવાનની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...