તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રદેશ પ્રભારી સહિતના 5 નેતાની કમિટી અંતિમ નિર્ણય લેશે

પ્રદેશ પ્રભારી સહિતના 5 નેતાની કમિટી અંતિમ નિર્ણય લેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરિક મતભેદોને પગલે હાઈકમાાન્ડનો નિર્ણય

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સોલંકી અને શંકરસિંહની પાંખો કપાશે

ગુજરાતપ્રદેશ કોગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. જામનગરનાં ધારાસભ્ય રાઘવજી પટેલે પણ અંગે પોતાનો બળાપો પ્રદેશ પ્રભારી ગેહલોત સમક્ષ ઠાલવ્યો છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીને અનુલક્ષીને આગામી દિવસોમાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને ચાર સહપ્રભારીની બનેલી પાંચ નેતાઓની કો-ઓર્ડિનેશન કમિટી તમામ નિર્ણય લેશે. જેના પરિણામે ઉમેદવારની પસંદગીથી લઈને ચૂંટણીલક્ષી કે પછી સંગઠનાત્મક મુદ્દે કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવામાં ભરતસિંહ કે શંકરસિંહ વાઘેલાની સ્વતંત્રતા રહેશે નહીં. અશોક ગેહલોત તેમજ ચાર સહ પ્રભારીઓની જીતુ પટવારી, વર્ષા ગાયકવાડ, રાજીવ સાતવ અને હર્ષવર્ધન અંતિમ નિર્ણય લેશે.

અન્ય સમાચારો પણ છે...