તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જીવનનાં ત્રણ પૈડાં : ડર, આશા અને લાલચ

જીવનનાં ત્રણ પૈડાં : ડર, આશા અને લાલચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર: ઉત્તર-પૂર્વભારતના જલપાઇગુડીના ગોરમારામાં ઉત્તર ધૂપજોરા ગામમાં રહેતા, 50 વર્ષના આદિવાસી સાનિકા ઓરાગોનની કુહાડી પ્રાણીઓ પર વીજળી જેવી ઝડપથી ચાલતી હતી. જેલ ગયા પછી પણ ડરામણા શિકારીને કોઈ રોકી હતું શકતું, પરંતુ દસ વર્ષ પહેલા જંગલથી સાંજના સમયે તે પાછા ફરી રહ્યા હતા. હાથમાં કોઈ શસ્ત્ર હતું અને તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા કે કંઈ અઘટિત્ બને, પરંતુ ડર સાચો સાબિત થયો. દીપડો સામે ઊભો હતો. તેઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે જો દીપડાએ મૂકી દીધો, તો તેઓ બાકીની આખી જિંદગી જાનવરોની રક્ષા કરશે. વિશ્વાસ કરો કે કરો, પણ દીપડાએ તેમને છોડી દીધા. જે તેના સ્વભાવ કરતા બિલકુલ ઉલટું હતું. હવે તેઓ પર્યટકો માટે ડ્રમ વગાડીને જિંદગી પસાર કરે છે.

અપેક્ષા:ડૉ.ભારત રેડ્ડી ચિંતામાં હતા. 13 વર્ષની માલિનીના પિતાએ પૈસા હોવાના કારણે તેની સારવાર ચાલુ રાખવાની ના પાડી દીધી. તે ઑક્સિજન કન્સન્ટ્રેટર પર હતી. ત્રણ વર્ષની ઉંમરે તેની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. તેના ઈલાજ માટે દર મહિને પાંચ હજાર રૂપિયા ખર્ચાઈ રહ્યા હતા, જ્યારે પરિવારના એકમાત્ર કમાઉ સભ્યનો પગાર મહિને 6000 રૂપિયા હતો. ડૉ. રેડ્ડીએ મુશ્કેલ પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ત્યારે મૈસૂરના ડૉ. માધુરી મૂર્તિએ સહકાર આપ્યો. માલિનીને હજી મહિના મશીનને આધારે રહેવું પડશે. તે પછી ડૉક્ટર્સ કિડનીની બાયોપ્સી કરશે. ડૉક્ટરોને વિશ્વાસ છે કે તે સાજી થઈને અન્ય બાળકોની જેમ સ્કૂલ પણ જઈ શકશે.

લાલચ:મધ્યપ્રદેશનાછિંદવાળા જિલ્લા સ્થિત પાંઢુર્ણાના અજય ડોબલેના ખેતરમાં સંતરાના 1800 વૃક્ષો હતા અને તેના પર પાંચ લાખ કરતા વધારે ફળો હતા. તેમણે એક સંતરાની કિંમત 2 રૂપિયા રાખી હતી. ખરીદનારે સંતરાના આકારનો હવાલો આપીને કિંમત 9.5 લાખ રૂપિયા લગાવી, પરંતુ અજય માન્યા અને ડીલ કેન્સલ થઈ ગઈ. ચાર દિવસ પછી એક તોફાન આવ્યું. વૃક્ષો ઉખડી ગયાં, કેટલાંય સંતરા નીચે, જમીન પર પડ્યા અને ઘણું નુકસાન થયું. અજય બચેલાં સંતરાને લઈને જબલપુર ગયા અને તેણે તેના બદલે 2.5 લાખ રૂપિયા મળ્યા.

ફંડા છે કે જિંદગી ડર, અપેક્ષા અને લાલચના ત્રણ પૈડાં પર ચાલે છે. તમારા પર નિર્ભર કરે છે કે તમે ઝડપી અને સરળતાથી ચાલવા માટે કોનો ઉપયોગ કરો છો.

અન્ય સમાચારો પણ છે...