તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાસના દિનેશ બાંભણિયાની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેનપુરની ગેરકાયદે સભા સબબ સેક્ટર 7 પોલીસ મથકમાં કાર્યવાહી

સાબરકાઠાનાંતેનપુરમાં ગત વર્ષે પાટીદાર અનામત આંદોલન અંતર્ગત પોલીસ મંજૂરી વગર સભા યોજવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલ તથા પાસનાં સભ્ય દિનેશ બાંભણિયા સામે બાયડ પોલીસ દ્વારા જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે દિશામાં કાર્યવાહી કરીને બાયડ પોલીસે મંગળવારે દિનેશ બાંભણિયાની સેક્ટર 7 પોલીસ સ્ટેશને ધરપકડ કરીને જામીન પર મુક્ત કર્યો હતો. જ્યારે બે દિવસમાં હાર્દિક પટેલ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

પાટીદાર અનામત આંદોલન અંતર્ગત 22મી સપ્ટેમ્બર, 2015નાં દિવસે સાબરકાંઠાનાં તેનપુરમા પાસ દ્વારા પોલીસની મંજૂરી વિના સભા યોજાઈ હતી. અહીંથી હાર્દિક ગાયબ થઇ ગયો હતો. પોલીસ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને તેમનાં જીવને જોખમ હોવા બાબતે પાસનાં સભ્ય દિનેશ બાંભણિયા તથા કેતન પટેલ દ્વારા હેબિયર્સ કોર્પસ કરવામાં આવી હતી.

દિનેશ સામે આટલા સમય બાદ કાર્યવાહી કેમ ?

તેનપુરનીસભા બાદ ગુનો નોંધાયાની ઘટનાને એક વર્ષનો સમય થયા બાદ બાયડ પોલીસ દ્વારા દિનેશ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી પાછળ આટલો સમય થવા બાબતે બાયડ સીપીઆઇ એચ. કે. બેન્કરે જણાવ્યું હતું કે ‘દિનેશને નોટિસ આપી દેવાઇ હતી. પરંતુ તેની સામેનાં જુદા જુદા ગુનામાં કાર્યવાહી ચાલુ હતી.

અન્ય સમાચારો પણ છે...