તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિ વિશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદ્યશક્તિનીઅધિષ્ઠાત્રી માતા દુર્ગાની આરાધનાનું અનુષ્ઠાન શારદીય (આસો) નવરાત્રિમાં વર્ષે દસ દિવસનું થશે. દ્વિતિયા તિથિની વૃધ્ધિતિથિ હોવાના કારણે નવરાત્રિ દસ દિવસ ઉજવવામાં આવશે. જાણકારોનું કહેવું છે કે આવો યોગ લાંબા સમય બાદ બન્યો છે. બીજી તરફ નવરાત્રિની વૃધ્ધિ તિથિ તથા પિતૃપક્ષની તિથિનો ક્ષય વેપાર ઉદ્યોગ અને દેશની આર્થિક ઉન્નતિનો શુભ સંકેત આપે છે.

વર્ષે નવરાત્રિમાં આદ્યશક્તિની અધિષ્ઠાત્રી માતા દુર્ગાનું આગમન અશ્વ પર થશે અને વિદાય કૂકડા પર થશે. માતા દુર્ગાનું આગમન અને વિદાય બન્ને દેશની શાંતિ માટે શુભ સંકેત આપતા નથી પણ વેપાર ઉદ્યોગમાં વૃધ્ધિ થવાના કારણે દેશને આર્થિક ઉન્નતિ તરફ અવશ્ય લઇ જશે. વિદ્વાનોના મતે માતાનું અશ્વ પર આગમન યુધ્ધ, મારફાડ સહિત દેશના કોઇ વરિષ્ઠ નેતા દુર્ઘટનાનો ભોગ બને તેવો સંકેત આપે છે. જ્યારે કૂકડા પર વિદાય આંતરિક કલહનો સંકેત આપે છે. કારણે આદ્યશક્તિની અધિષ્ઠાત્રી મા દુર્ગાનું આગમન અને વિદાય બન્ને શુભ નથી.

પિતૃપક્ષમાં સામાન્ય રીતે કોઇ શુભકાર્ય થતું નથી. જ્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન કોઇપણ શુભકાર્ય થઇ શકે છે. માટે પંચાગ કે કોઇ શુભ તિથિ જોવાની પણ જરૂર પડતી નથી. વર્ષે પિતૃપક્ષમાં તિથિનો ક્ષય વેપારીઓ માટે વર્ષ ફળદાયી સાબિત થશે તેવો સંકેત આપે છે. વેપારની વૃધ્ધિ સાથે દેશની આર્થિક ઉન્નતિ પણ થશે.

રાશિ આધારિત ઉપાસના

^આદ્યશક્તિમા દુર્ગાના નવ સ્વરૂપોની રાશી આધારિત પણ ઉપાસના થઇ શકે છે. નવદુર્ગાના નવ સ્વરૂપ સાથે દસ મહાવિદ્યાની ઉપાસના કરવી પણ શ્રેષ્ઠ છે. મેષ રાશી માટે દસ મહાવિદ્યામાં તારા અને નવદુર્ગાના શૈલપુત્રી સ્વરૂપ, વૃષભ રાશીએ ષોડશી અને બ્રહ્મચારિણી, મિથુન રાશી માટે ભુવનેશ્વરી અને ચંદ્રઘંટા, કર્ક રાશી માટે કમલા અને સિધ્ધિદાત્રી, સિંહ રાશી માટે બગલામુખી અને કાલરાત્રિ, કન્યા રાશી માટે ભુવનેશ્વરી અને ચંદ્રઘંટા, તુલા માટે ષોડશી અને બ્રહ્મચારિણી,વૃશ્ચિક માટે તારા અને શૈલપુત્રી, ધન માટે કમલા અને સિધ્ધિદાત્રી, મકર માટે કાલી અને સિધ્ધદાત્રી, કુંભ માટે કાલી અને સિધ્ધદાત્રી, તેમજ મીન રાશીના જાતકો માટે દસ મહાવિદ્યાના કમલા સ્વરૂપ અને નવદુર્ગાના સિધ્ધિદાત્રી સ્વરૂપની આરાધના કરવી જોઇએ > ઘનશ્યામભાઇઠક્કર, ગાયત્રીઉપાસક

નોરતાની વૃધ્ધિ તિથિથી આર્થિક ઉન્નતિ

અન્ય સમાચારો પણ છે...