તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | યુવાસેના ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3થી 20 વર્ષથી પ્રાચીન

રાજકોટ | યુવાસેના ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3થી 20 વર્ષથી પ્રાચીન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | યુવાસેના ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3થી 20 વર્ષથી પ્રાચીન નવરાત્રીનું આયોજન કરતા સંચાલકોનું સન્માન કરવામાં આવશે. નવરાત્રીના 9 દિવસ સુધી શક્તિની ભાવપૂર્વક આરાધના કરાય છે. પ્રાચીન પરંપરાને ઉજાગર કરવા અને ભવ્ય વારસાને જાળવવામાં પ્રયત્નસશીલ પ્રાચીન ગરબીઓના સંચાલકોને યુવા સેના ટ્રસ્ટ સન્માન કરી પ્રોત્સાહિત કરશે. યુવા સેના ટ્રસ્ટ દ્વારા આયોજકોનું સ્થળ પર જઇને ટ્રસ્ટના કાર્યકર્તાઓ સન્માનિત કરશે. સાથો સાથ ગરબીની બાળાઓને લહાણી આપી પ્રોત્સાહિત કરવામાં અાવશે. ટ્રસ્ટના સન્માન કાર્યક્રમમાં જોડાવા ગરબીના આયોજકોએ ટ્રસ્ટના પ્રમુખ પ્રધ્યુમનસિંહ ઝાલાનો સંપર્ક સાધી રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. સત્યનારાયણ નિવાસ, બીજો માળ, લોધાવાડ પોલીસ ચોકી સામે રાજકોટના સરનામે સંપર્ક સાધવો.

યુવા સેના દ્વારા 20 જૂની પ્રાચીન નવરાત્રીના આયોજકોનું સન્માન

અન્ય સમાચારો પણ છે...