તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હજુ પણ 5000 ઢોરનું ટેગિંગ બાકી, મુદત લંબાવાઇ, પછી છૂટછાટ નહીં

હજુ પણ 5000 ઢોરનું ટેગિંગ બાકી, મુદત લંબાવાઇ, પછી છૂટછાટ નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રખડતાઢોરની સમસ્યા મુદ્દે તંત્રે ઢોરમાલિકોને માલધારી વસાહત બનાવી આપવાની ખાતરી આપી હતી પહેલા માલધારીઓએ તેના ઢોરનું ટેગિંગ(રજિસ્ટ્રેશન) કરાવવાનું રહેશેે. ટેગિંગની કામગીરી અઠવાડિયાની મુદત પૂરી થઇ ગઇ છે પરંતુ તંત્ર પાસે સ્ટાફના અભાવે હજુ 5000થી વધુ ઢોર ટેગિંગ માટે બાકી હોય વધુ 5 દિવસ આપવામાં આવ્યા છે. પછી કોઇ છૂટછાટ નહીં મળે.

મનપા સાથે માલધારીઓની મળેલી મિટિંગમાં એવું નક્કી થયું હતું કે, અઠવાડિયા સુધી રખડતા ઢોરના ટેગિંગની કામગીરી ચાલશે. પછી ટેગિંગ વગરના હશે અને પકડાશે તો કાયમ માટે પાંજરાપોળ ધકેલી દેવામાં આવશે. એક અઠવાડિયામાં 7000 ઢોરનું રજિસ્ટ્રેશન થયું છે. આમ છતાં હજુ પણ 5000થી વધુ ઢોર ટેગિંગ માટે બાકી હોય વધુ 5 દિવસ લંબાવવામાં આવ્યા છે. દરમિયાન સોમવારે 42 અને મંગળવારે મોડી સાંજ સુધીમાં 47 સહિત 89 ઢોર મનપાના સ્ટાફે પકડી લીધા હતા.

મનપાનો દાવો, 700 કૂતરાંનું ખસીકરણ

ભાદરવામહિનાના દિવસો શ્વાનનો મેટિંગ પિરિયડ માનવામાં આવે છે. મનપાએ દિવસોમાં કૂતરાંઓના વસતી વિસ્ફોટને રોકવા માટે અસરકારક કામગીરી કરી હતી. એક મહિનામાં 700 કૂતરાંઓનું ખસીકરણ કર્યું હતું. ઉપરાંત 5000 કૂતરાંઓને હડકવા વિરોધી ઇન્જેકશન માર્યા હતા.

ઢોરના માલિક પાસે જગ્યા હોય તો એક વિકલ્પ

જેઢોરમાલિકોએ તેના માલઢોરનું ટેગિંગ(રજિસ્ટ્રેશન) કરાવી લીધું હોય પરંતુ તેની પાસે ઘરઆંગણે ઢોર રાખવાની જગ્યા હોય તો તેની પાસે માત્ર એક વિકલ્પ છે, છે એનિમલ હોસ્ટેલ. આવા માલધારીઓના ઢોર જો બીજી વખત પકડાશે તો મનપા સીધા એનિમલ હોસ્ટેલમાં મોકલી દેશે તેમાં પણ કોઇ બે મત નથી.

વડોદરા મહાપાલિકાએ પણ હાલ ઢોર રજિસ્ટ્રેશન અભિયાન શરૂ કર્યું છે. ત્યાં 15 દિવસનો સમય અપાયો છે અને પછી ટેગિંગ વગરના ઢોર છોડાવવા માટે દંડ વધારીને રૂ.10 હજાર કરવાની વિચારણા ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે દરખાસ્ત પણ મોકલવામાં આવશે. વડોદરાની જેમ રાજકોટમાં પણ ઢોર છોડાવવાનો દંડ રૂ.10 હજાર તોળાઇ રહ્યો છે.

રાજકોટમાં પણ ઢોર છોડાવવા રૂ.10 હજારનો તોળાતો દંડ

સમયમર્યાદા બાદ ટેગિંગ વગરના ઢોર પાંજરાપોળમાં ધકેલાશે

કમિશનરે રખડતા ઢોરને ટેગિંગ માટે પાંચ દિવસની અવધી વધારી

અન્ય સમાચારો પણ છે...