• Gujarati News
  • National
  • યુપી પોલીસ સપ્તાહમાં એક વાર ખાદીની વર્દીમાં દેખાશે

યુપી પોલીસ સપ્તાહમાં એક વાર ખાદીની વર્દીમાં દેખાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશ પોલીસ અઠવાડિયામાં એક વાર ખાદીની વર્દીમાં નજરે પડશે. પોલીસના નવા રૂપની સ્વીકૃતિ માટે સીએમ યોગી આદિત્યનાથ સમક્ષ પ્રસ્તાવ મોકલાયો છે, જે અંગે તેઓ ટૂંકમાં નિર્ણય લેશે. કેન્દ્રની મોદી સરકાર લાંબા સમયથી ખાદીને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહી છે. યુપી પોલીસનું પગલું પણ તે દિશામાં એક નિર્ણયરૂપે જોવાઇ રહ્યું છે. મામલે યુપીના ડીજીપી સુલખાન સિંહે તમામ આઇજી અને એડીજીને પત્ર લખીને સૂચનો માગ્યા છે. થોડા સમય અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ આવો નિર્ણય લીધો હતો. હવે યુપીમાં પણ પોલીસકર્મીઓ અઠવાડિયામાં એક દિવસ ખાદીની વર્દીમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...