તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમસ્યા છે, ફેસબુક પર જાણ કરો, પીએમ મદદ કરશે

સમસ્યા છે, ફેસબુક પર જાણ કરો, પીએમ મદદ કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28વર્ષના કોંગ ચેમૂરીયૂ દશ દિવસથી કંબોડીયાની જેલમાં બંધ હતા. પોતાની કંપનીની માત્ર 80 ડોલરની સંપત્તિની ચોરી કરવાના આક્ષેપસર. કેસની સુનાવણી પણ શરૂ નહોતી થઇ. તેમની પ્રેમિકા લોર્ન ચેંડાનું કહેવું છે કે અમે અસહાયતાનો અનુભવ કરી રહ્યા હતા.કોઇ રસ્તો દેખાતો નહોતો.પોલીસે તેને જબરજસ્તી ફસાવ્યો હતો અને આરોપ દુર કરવા માટે બે હજાર ડોલરની માગણી કરી રહી હતી.લોર્ને દેશના વડાપ્રધાનને સીધી જાણ કરીને કોંગને મુક્ત કરાવી દીધો.

વાસ્તવમાં કંબોડિયાના પીએમ હુન સેન સોશિયલ મીડિયા પર સક્રીય રહે છે અને લોકોની સમસ્યાને તત્કાળ સાંભળે છે. લોર્ને પાંચ મિનિટનો એક વીડિયો બનાવ્યો અને વડાપ્રધાનના ફેસબુક પેજ પર પોસ્ટ કરી દીધો.સાથે કેસમાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી.બીજી સવારે કોંગ મુક્ત થઇ ગયો.ચાલી રહેલો કેસ પણ સમેટી લેવામાં આવ્યો.

26 વર્ષની ચેન્ડા કહે છે કે આટલી નાની સમસ્યા પર વડાપ્રધાન ધ્યાન આપશે અને આટલી ઝડપે પગલાં લેવામાં આવશે તેવી આશા નહોતી.વડાપ્રધાન હુન સેને સોશિયલ મીડિયા પર નોંધ લઇને આવી ઘણી સમસ્યા ઉકેલી છે.તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા સાથે સંકળાયા હતા અને તેમના 20 લાખ ફોલોઅર્સ બની ચુક્યા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પીએમની સક્રીયતા 2018ની ચૂંટણીને ધ્યાને રાખીને છે.તેઓ ત્યાં સુધી પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા માંગે છે.કેમ કે આવનારી ચૂંટણીઓ તેમના ત્રણ દાયકાના શાસનની કસોટીરૂપ છે.વર્ષ 2013ની ચૂંટણીમાં તેઓ સોશિયલ મીડિયાની તાકાત જોઇ ચુક્યા છે. વિરોધપક્ષના સોશિયલ મીડિયા કેમ્પેને પીએમની કમ્બોડિયન પીપલ્સ પાર્ટીને તેના ગઢમાં પરેશાન કરી દીધી હતી.

લોર્ને વીડિયો મોકલ્યો હોવાની ઘટના વાયરલ થઇ ચુકી છે.જાગૃત દેશવાસીઓ ભ્રષ્ટાચાર અંગેની અનેકવિધ ફરીયાદ ફેસબુકની મદદથી વડાપ્રધાનને કરી રહ્યા છે. હુન સેને પણ ભાષણમાં અનેકવાર કોંગના નામનો ઉલ્લેખ કર્યો.તેમણે કહ્યું કે હું ઝડપી સમસ્યાનું સમાધાન શોધવામાં માનું છું. લોકોની સમસ્યાને નજરઅંદાજ ના કરી શકાય. દરેક સમસ્યા મોટી હોય છે.કંબોડીયાના વડાપ્રધાને યૂનિવર્સિટી ફી, ગેરકાયદે ટોલ અને મોટરસાઇકલ લાયસન્સ જેવી અનેક સમસ્યાનું સમાધાન રીતે શોધ્યું છે.

લોકોની સમસ્યાના ઝડપી નિકાલ માટે સાત પ્રધાનો ઉપરાંત 64 લોકો પીએમના ફેસબુક એકાઉન્ટને સતત ટ્રેક કરતા રહે છે અને તે સમસ્યાના ઝડપી ઉકેલ માટે પ્રયાસ કરે છે.

જેલમુક્ત થયા પછી કોંગ સાથે લોર્ન

અન્ય સમાચારો પણ છે...