તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેં માહિતી મેળવી ક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. મહિલા દિવસનાં બે દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકસભાના સેન્ટ્રલ હોલમાં મહિલા જનપ્રતિનિધિઓ સાથે વાત કરી. પરિવાર, સમાજ, રાજકારણથી લઈને રાષ્ટ્રનિર્માણ સુધીમાં મહિલાઓની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. વાંચો કેટલીક બાબતો...


મેં માહિતી મેળવી કે કેવી રીતે સત્ર થયા. વિષય થયા. તમારા બધાની ભાગીદારી કેવી રહી. સમારંભ જિજ્ઞાસાથી ભરેલો રહ્યો. પ્રકારના સમારંભોમાં જે અનુભવનું આદાન-પ્રદાન કરવામાં આવે છે તે ખૂબ સકારાત્મક સાબિત થાય છે. મહિલાઓના સશક્તીકરણની ચર્ચા થાય છે. મને લાગે છે કે વિચારસરણી બદલવી જોઈએ. સશક્તીકરણ એમનું થાય છે જે સશક્ત નથી. પુરુષો કોણ છે મહિલાઓને સશક્ત કરવાવાળા. મહિલાઓ તો પોતે સશક્ત છે. જરૂર માત્ર વાતની છે કે આપણે પોતાને ઓળખીએ. આપણે આપણી શક્તિઓને ત્યાં સુધી નથી ઓળખી શકતા, જ્યાં સુધી આપણને પડકારોનો સામનો કરવાની તક નથી મળતી. જેટલા પ્રકારના સર્વે થાય છે તેમાં એક વાત હંમેશા સામે આવે છે કે જે પરિવારમાં મહિલા નથી હોતી, ત્યાં પુરુષ સારી રીતે જવાબદારી પૂરી નથી કરી શકતા કે લાંબા સમય સુધી જીવી પણ શકતા નથી. પુરુષો કરતાં વધુ સારી રીતે મહિલાઓ ઘર ચલાવી શકે છે. જ્યારે જે પરિવારોમાં મહિલાઓ પર જવાબદારી હોય છે ત્યાં તે દરેક પડકાર, દરેક જવાબદારી વધુ સારી રીતે પૂરી કરે છે અને પરિવારને ખુશ પણ રાખે છે.

મેનેજમેન્ટના વિશ્વમાં એક શબ્દ પ્રચલિત છે - મલ્ટિ-ટાસ્કિંગ એક્ટિવિટી. પરંતુ આપણા દેશમાં મહિલાઓને જુઓ... મલ્ટિ ટાસ્ક એક્ટિવિટીમાં તેમનાથી વધુ સારું કોઈ હોઈ શકે નહીં. તે એફએમ પર ગીતો પણ સાંભળતી હશે. મોબાઈલ પર વાત પણ કરતી હશે અને ખાવાનું પણ બનાવતી હશે. બાળકોને સૂચન આપતી હશે. જુઓ, ઈશ્વરે શું શક્તિ આપી છે તેમને ! જ્યાં જ્યાં મહિલાઓને તક મળી છે... તેમની સફળતાનો ગ્રાફ ખૂબ ઊંચો છે.

ઘરમાં રોટલી બનાવતી વખતે વરાળથી મહિલાની આંગળી દાઝી જાય તોપણ તેનું ધ્યાન ખાવાનું બનાવવા પર નથી જતું. તે બારીમાંથી પતિના આવવાની રાહ જુએ છે. જેવા પતિદેવ આવે છે, તે તેમને દાઝી ગયેલી આંગળી બતાવે છે. તે રાહ જુએ છે કે પતિ આવે અને જુએ કે તેની આંગળી દાઝી ગઈ છે. મહિલા જરૂર પડતા તેનાં બાળકોને બચાવવા માટે આગમાં પણ કૂદી જાય છે. રોટલીમાંથી નીકળતી વરાળના કારણે જેની આંગળી દાઝી હતી તે તેનું એક રૂપ હતું... પરંતુ જ્યારે સમસ્યાઓ સામે તેનો પ્રેમ ઉમળકો ભરીને બહાર આવે છે ત્યારે તેની બીજી તાકાત હોય છે. આવી શક્તિ રાષ્ટ્રને શક્તિશાળી બનાવે છે. રાષ્ટ્રને સશક્ત બનાવે છે, તેના નાગરિક અને ...અનુસંધાન પાનાં નં.19તે નાગરિકને સશક્ત, સામર્થ્યવાન, ચરિત્રવાન બનાવે છે તેની માતા.

મેં ઘણો સમય પસાર કર્યો... તમારું ભોજન પણ તૈયાર છે... પછી તમારે ફોટો માટે પણ તૈયાર થવાનું છે.

બીજી અેક વાત. પરિવારમાં જ્યારે પણ મકાન બને છે ત્યારે રસોડાથી લઈને મંદિર અને પડદા લગાવવા સુધીની જગ્યા માતા નિશ્ચિત કરે છે. તે અનુભવના આધારે તે કરી શકે છે. જ્યારે કાયદો બનાવવાની વાત આવે તો હું ઇચ્છિશ કે મહિલા જનપ્રતિનિધિઓ તેમાં યોગદાન આપે. કારણ કે તમારામાં સમય કરતાં પહેલાં વસ્તુનું આકલન કરવાની શક્તિ છે, જે કદાચ પુરુષોમાં નથી... આભાર.મહિલા સાંસદો-ધારાસભ્યોને અપીલ - આજેએક તૃતીયાંશ મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. કોઈ ગામનું, કોઈ શહેરનું, કોઈ મોટા શહેરનું. એક તૃતીયાંશ ચેરમેનશિપ મહિલાઓના હાથમાં છે. તમે ધારાસભ્ય છો, સાંસદ છો તો શું તમે તમારા વિસ્તારમાં મહિલા જનપ્રતિનિધિઓ, પંચો, સરપંચોને સશક્ત કર્યાω શું તમે તેમની સાથે એક દિવસ પસાર કર્યોω હું આગ્રહ કરીશ કે તમે તમારા ક્ષેત્રોમાં જઈને તેમને મળો. તેમની સાથે વાત કરો. જ્યારે કોઈ બાબત નીચે સુધી જશે, ત્યારે પરિવર્તનની દિશાનું વાતાવરણ બનશે.

મહિલા જનપ્રતિનિધિઓ વચ્ચે મોદી

પુરુષ કોણ હોય છે મહિલાઓને સશક્ત કરનારા, મહિલા પોતે સશક્ત હોય છે, પુરુષોથી વધુ સફળ પણ છે : મોદી

અન્ય સમાચારો પણ છે...