તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તેહરાન હુમલાનો માસ્ટર માઇન્ડ ઠાર

તેહરાન હુમલાનો માસ્ટર માઇન્ડ ઠાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇરાનના ઇન્ટેલિજન્સ મામલાના મંત્રી મહમૂદ અલાવીનો દાવો

ઈરાનેરવિવારે દાવો કર્યો હતો કે તેણે ગયા સપ્તાહે તેહરાનમાં થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડને મારી પાડ્યો છે. ઇન્ટેલિજન્સ મામલાના મંત્રી મહમૂદ અલાવીએ કહ્યું હતું કે માસ્ટરમાઇન્ડ ઈરાન છોડીને ભાગી ગયો હતો, પણ અમે આજે તેને દોજખમાં પહોંચાડી દીધો છે. તેમણે આનાથી વધારે કોઇ જાણકારી નહોતી આપી. ઈરાની સંસદ અને અયાતોલ્લા ખોમૈનીના મકબરા પર પાંચ આઈએસ આતંકીઓએ ગયા બુધવારે હુમલો કર્યો હતો. તેમાં 17ના મોત થયા હતા. હુમલાના સંબંધમાં 50 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હુમલાખોર ઈરાની હતા અને તેઓ ઇરાક અને સીરિયામાં તાલીમ લઇને આવ્યા હતા.

સંબંધ તોડનારા દેશના નાગરિકો અમારે ત્યાં રહી શકે છે: કતાર

કતારેદરિયાદિલી દેખાડતા કહ્યું હતું કે જે દેશોએ કતાર સાથે સંબંધો તોડ્યા છે ત્યાંના નાગરિકો કતારમાં રહી શકે છે. તેમને લગતી નીતિઓ બદલવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે બહેરીન, ઇજિપ્ત, યૂએઈ, લીબિયા અને માલદીવે સોમવારે કતાર સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા.

ઈરાન સાથે સંબંધ મુદ્દે સાઉદી અરબ સહિત ઘણા દેશોએ કતાર સાથેના સંબંધો તોડી નાખ્યા છે, ત્યારે હાલ એકલા પડેલા કતાર માટે ઈરાને પાંચ વિમાન ભરીને ખાદ્ય સામગ્રી મોકલી છે. ત્રણ માલ વાહક સમુદ્રી જહાજોમાં પણ નજીકના બંદર દૈયરથી ભોજન સામગ્રી કતાર મોકલાઇ છે. ઈરાને કતારના વિમાનો માટે 100 વધું ફ્લાઇટોને મંજૂરી આપી છે. કતાર થઇને ઈરાની એર ટ્રાફિક પણ 17 ટકા વધી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...