તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નીટ મુદ્દે આજે ગાંધીનગરમાં વાલીઓનો ઉપવાસ કાર્યક્રમ

નીટ મુદ્દે આજે ગાંધીનગરમાં વાલીઓનો ઉપવાસ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડિકલઅને પેરામેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ 2017ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને થયેલા અન્યાય બદલ ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી ફેલાઇ ગઇ છે. સોમવારે ગાંધીનગર સચિવાયલ પાસે 100 જેટલા વિદ્યાર્થી અને 200થી વધુ વાલીઓ એક દિવસીય ઉપવાસ આંદોલન કરાશે. રવિવારે ઇન્કમટેક્ષ ખાતે થાળી-વેલણ વગાડી સરકારને જગાડવા પ્રયાસ કરાયો હતો. સાથો સાથ ઓરિજીનલ માર્કશીટની હોળી કરાઇ હતી. કેન્ડલ માર્ચનો કાર્યક્રમ પણ યોજાયો હતો. તેવું કહેતા વાલી અગ્રણી ડો.કનુ પટેલે જણાવ્યું હતું કે નીટની પરીક્ષા બાદ સતત દેખાવ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતી માધ્યમના પેપરમાં અલગ પ્રશ્નો પુછાયા હતાં. વિદ્યાર્થી-વાલીઓની રજૂઆત હોવા છતાં સરકાર કોઇ પણ જાતનો સહકાર આપતી નથી. વાલીઓને સાંભળવામાં આવતા નથી. શિક્ષણમંત્રી પ્રવેશોત્વના કાર્યક્રમો યોજવામાં વ્યસ્ત છે. જેથી સરકારની આંખ ઉઘડે તે માટે સોમવારે ગાંધીનગર ખાતે દેખાવ કરાશે.

અન્ય સમાચારો પણ છે...