તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શ્રમણ સંમેલનમાં લેવાયો નિર્ણય, જૈનોની વસ્તી ગણતરી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રમણ સંમેલનમાં લેવાયો નિર્ણય, જૈનોની વસ્તી ગણતરી કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદમાંછેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા જૈનાચાર્યના સંમેલનની આજે પૂર્ણાહુતિ થઇ હતી. રવિવારના રોજ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીગણને ઠરાવોની સુવર્ણાક્ષરીય પુસ્તિકા અર્પણ કરવામાં આવી હતી. આચાર્ય હર્ષસાગર મ.સા.એ સંમેલનની મહત્વની જાહેરાતો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસ દરમિયાન જૈન સમાજ માટે ઉપયોગી એવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી જૈન સમાજનું ભવિષ્ય સુધરશે. જૈનોની વસ્તી માટે સરકાર તરફથી કેટલીક વિસંવાદિતતા દેખાય છે. વસ્તીનો ચોક્કસ આંકડો નિર્ધારિત કરવા માટે વિશ્વભરના જૈનોનો ડેટાબેઝ તૈયાર કરવા માટેનું ભગીરથ કાર્ય શ્રાવક સમિતિ કરશે. નાનકો બાળક આવતી કાલનો જિનશાસનનો આધાર સ્તંભ બની શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો