તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કેનેડાના કેવિન ફાસ્ટે 1.8 લાખ કિલોનું વિમાન ખેંચીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનેડાના કેવિન ફાસ્ટે 1.8 લાખ કિલોનું વિમાન ખેંચીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હોમ્સ | સીરિયામાંએક વર્ષ પહેલા સુધી બળવાખોરોના ગઢ રહેલા હોમ્સમાં થોડાક દિવસ પછી એક પણ બળવાખોર દેખાશે નહીં. સીરિયાની સરકારે એના માટે પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે. અભિયાન હેઠળ શનિવારે બળવાખોર સૈનિકો અને તેમના પરિવારવાળાઓની પ્રથમ બેચ રવાના થઇ.

વર્લ્ડ વિન્ડો

લંડન | તસવીર લંડનમાં એન્ટી રેસિઝમ ડેના અવસરે દેખાવો પહેલાની છે જેમાં એક દેખાવકાર હાથમાં સુત્રોનાં બેનરો લીધેલ ઊભેલી છે. જાતિ અને ધર્મના આધારે થતા ભેદભાવના વિરોધમાં રવિવારે અહીં 30 હજારથી વધુ લોકો માર્ગો પર ઉતરી આવ્યાં. દેખાવકારોએ તેમના બેનરો પર ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના ઈયૂથી નીકળવાના વિરોધમાં પણ સુત્રો હતા.

20 માર્ચ સોમવાર

{ભારત-નેપાળ સેનાના અભ્યાસનો છેલ્લો દિવસ

{ સમાજવાદી એમ્બ્યુલન્સ મામલા અંગે સુનાવણી

21માર્ચ મંગળવાર

{500/1000ની નોટના મામલામાં સુપ્રીમકોર્ટમાં સુનાવણી

{ મણિપુર ભાજપ સરકાર વિશ્વાસનો મત મેળવશે

22માર્ચ બુધવાર

{સુપ્રીમકોર્ટમાં વિવાદાસ્પદ માળખા મામલે સુનાવણી

{ કમ્બોડિયા સાથે ફ્રેન્ડલી ફૂટબોલ મેચ રમશે ભારત

23માર્ચ ગુરુવાર

{સીરિયામાં પાંચમા તબક્કાની શાંતિ મંત્રણા યોજાશે

{ કોલકાતા-ઢાકા સેવા શરૂ થશે સ્પાઇસજેટની

24માર્ચ શુક્રવાર

{પંજાબ વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થશે

{ મનોહર પારિકર ગોવા વિધાનસભામાં બજેટ રજૂ કરશે

25માર્ચ શનિવાર

{સપાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક

{ ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ રમાશે

સપ્તાહે ખાસ

1969- માં આજના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ નિક્સને વર્ષ 1970માં વિયેતનામ યુદ્ધના સમાપનની જાહેરાત કરી હતી. લગભગ 20 વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં અમેરિકાની હાર થઇ હતી. તે બાદ અમેરિકાએ ઓચિંતી યુદ્ધ સમાપનની જાહેરાત કરીને પોતાના જવાનો પાછા ખેંચી લીધા હતા. યુદ્ધ ઉત્તર વિયેતનામ (કૉમ્યુનિસ્ટ મિત્રો દ્વારા સમર્થિત) અને દક્ષિણ વિયેતનામની સરકાર (અમેરિકા સમર્થિત) વચ્ચે લડાયુ હતું. વિયેતનામા તેમજ કંબોડિયાની ધરતી પર લડાયેલા યુદ્ધમાં અમેરિકન વાયુસેનાએ 260 મિલિયન ક્લસ્ટર બોમ્બ ફેંક્યા હતા. યુદ્ધમાં 58 હજાર અમેરિકન જવાનો અને ચીનના 1100 સૈનિકો માર્યા ગયા હતા. રશિયા સમર્થિત ઉત્તર વિયેતનામે યુદ્ધ ગેરિલા યુદ્ધની રીતે લડ્યુ હતું. તેના ઓછા સૈનિકો માર્યા ગયા હતા. યુદ્ધમાં 4 લાખ કરતા પણ વધારે નાગરિકો માર્યા ગયા હતા.

ઓસ્લો | નોર્વે દુનિયાની પ્રથમ શિપ ટનલ બનાવવા જઈ રહ્યો છે. ટનલ 1.7 કિમી લાંબી અને 26.5 મીટર પહોળી અને 37 મીટર ઊંચી હશે. સ્ટેન્ડ શિપ ટનલથી જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે તેનો ઉદ્દેશ્ય જહાજો માટે સુરક્ષિત માર્ગનું નિર્માણ કરવાનું છે. તેના બન્યા બાદ સ્ટેડવેટ સીથી પસાર થતા જહાજો અહીંથી જઈ શકશે. સ્ટેડવેટ દરિયામાં ઊંચા મોજાઓને લીધે દુર્ઘટના સર્જાવાની ભીતિ હોય છે.

ટોરંટો | કેનેડાનાકેવિન ફાસ્ટે સૌથી વધારે એરક્રાફ્ટ ખેંચવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ઓન્ટારિયોમાં 1.8 લાખ કિલો વજનનું સીસી-177 ગ્લોબમાસ્ટર વિમાન 8.8 મીટર સુધી ખેંચ્યું હતું. 54 વર્ષનાં કેવિનના નામે સૌથી ભારે ટ્રક ખેંચવા જેવા 19 રેકોર્ડ પણ છે. કેનેડામાં તેમને સ્ટ્રોન્ગમેન નામે ઓળખવામાં આવે છે.

ઇતિહાસમાં આજનો દિવસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો