તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાણાના મુખ્યમં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેહાબાદ (હરિયાણા) | અનામતની માંગને લઇને અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિએ જેનું એલાન કર્યું હતું તે દિલ્હી કૂચ હાલ પૂરતી 15 દિવસ માટે ટળી ગઇ છે. આંદોલનકારીઓએ સોમવારે થનારી દિલ્હી કૂચ હરિયાણા સરકાર સાથે મંત્રણા બાદ ટાળી દીધી છે. પરંતુ પહેલા હિસારમાં પોલીસ સાથે અથડામણ થતા એસપી અને ડીએસપી સહિત 9 પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી અને આંદોલનકારીઓએ બે બસ સળગાવી હતી.


હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે કેન્દ્રમાં જાટ અનામત પ્રક્રિયા નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસના ચેરમેન અને સભ્યોની નિમણૂક બાદ શરૂ થશે. 2010થી ચાલતા જાટ આંદોલનથી અસરગ્રસ્ત થયેલા લોકોની સમીક્ષા કરાશે, તમામ ઘાયલોને જાહેર થયેલું વળતર તરત ચૂકવાશે. બીજી તરફ રવિવારે હરિયાણામાં પોલીસે જાટ અનામત આંદોલનકારીઓને દિલ્હી ભણી કૂચ કરતા અટકાવતાં આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં એક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને એક ડીએસપી સહિત 9 પોલીસકર્મી ઘવાયા હતા. સિરસા-હિસાર-દિલ્હી નેશનલ હાઇવે પર ધાની ગોપાલ ગામે પોલીસની બે બસ આંદોલનકારીઓએ સળગાવી દીધી હતી.

હિસારના ચમારખેરા અને ખેરી ગામોના જાટ આંદોલનકારીઓએ ધાની ગોપાલ ખાતે ધરણામાં જોડાવવા ફતેહાબાદ જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં સ્થિતિ તંગ બની હતી. જાટ આંદોલનકારીઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીઓએ પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતાં પોલીસે આંદોલનકારીઓને ધરણાના સ્થળે શાંતિપૂર્ણ રીતે પગપાળા પહોંચવા વિનંતી કરી હતી.

સ્થિતિ કાબૂમાં લેવા વધુ પોલીસ કાફલો બોલાવાયો હતો. આંદોલનકારીઓએ મીડિયાકર્મીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. તેમણે મીડિયાકર્મીઓના કેમેરામાંથી ઘટનાના વીડિયો-ફોટોગ્રાફ્સ ડીલીટ કરી નાખ્યા હતા અને કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં મીડિયાકર્મીઓએ આંદોલનકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ટિયરગેસ-લાઠીચાર્જથી મામલો બીચક્યો

પ્રતીક ધરણાં ચાલુ રહેશે

જાટનેતા યશપાલ મલિકે સરકાર સાથે મંત્રણા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સરકારે અમને અનામતની ખાતરી આપતાં સોમવારની દિલ્હી કૂચ સ્થગિત કરાઇ છે. હવે જાટો કાલે દિલ્હી નહીં જાય. 26 માર્ચ સુધીમાં અનામત મુદ્દે પરસ્પર સહમતિ સાધી લેવાશે. અમને સરકાર પર પૂરો ભરોસો છે પરંતુ ત્યાં સુધી પ્રતીક ધરણા જારી રહેશે.

જોકે, આંદોલનકારીઓએ પોલીસની વિનંતી કાને ધરી નહોતી અને કેટલાક તોફાની તત્વોએ પોલીસ કાફલા પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બીજી તરફ આંદોલનકારીઓનું કહેવું હતું કે તેઓ શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે ટિયર ગેસનાં શેલ છોડી તેમને વિખેરવા પ્રયાસ કર્યો હતો.

હરિયાણાના CM ખટ્ટરે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરી.

ફેબ્રુઆરી 2016માં 30 મોત થયા હતા

ગતવર્ષે ફેબ્રુઆરીમાં હરિયાણામાં જાટ આંદોલનમાં મોટા પાયે હિંસા થઇ હતી, જેમાં 30 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા. તદુપરાંત, સરકારી અને ખાનગી મિલકતોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું.

કૂચ પહેલાં હરિયાણામાં હિંસા, એસપી-ડીએસપી સહિત 9 પોલીસ કર્મીઓને ઈજા, આંદોલનકારીઓએ બે બસ સળગાવી

હરિયાણા સરકારે ખાતરી આપતાં દિલ્હી કૂચ મોકૂફ

જાટ આંદોલન 15 દિવસ માટે ટળ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો