• Gujarati News
  • National
  • બિલખાનાં મંડલીકપુરમાં ડેંગ્યુનાં ચાર શંકાસ્પદ કેસ સામે આવ્યા

બિલખાનાં મંડલીકપુરમાં ડેંગ્યુનાં ચાર શંકાસ્પદ કેસ સામે આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલખાપંથકમાં મંડલીકપુર ગામે છેલ્લા કેટલાક દિવસથી રોગચાળો વકર્યો છે. અને ઘરે-ઘરે માંદગીનાં ખાંટલા જોવા મળી રહ્યા છે. અને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે. મંડલીકપુર ગામે છેલ્લા 15 દિવસથી રોગચાળાએ માથુ ઉંચકયું છે. અને ચારથી પાંચ ડેંગ્યુનાં કેસ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તાવ, શરદીનાં કેસો પણ સામે આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ તાબડતોબ મંડલીકપુર ગામે દોડી ગઇ હતી અને જરૂરી કામગીરી શરૂ કરી દીધી છે. જેથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

દર્દી સારવાર હેઠળ. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...