• Gujarati News
  • National
  • ભૂપેન્દ્રસિંહ, પ્રદીપસિંહને દિલ્હીનું તેડું

ભૂપેન્દ્રસિંહ, પ્રદીપસિંહને દિલ્હીનું તેડું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારના સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને એકાએક દિલ્હીનું તેડું આવતા બંને મંત્રીઓ સીએમઓના અધિકારી સાથે દિલ્હી પહોંચતા વહેલી ચૂંટણી સહિતની વિવિધ અટકળો તેજ બની હતી.

29માર્ચે અમિત શાહના સ્વાગત સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે સાથે 30 માર્ચે અમિત શાહ વિધાનસભામાં હાજરી આપશે. દિવસે સરકારે વિવિધ જાહેરાતો કરવાનું આયોજન કર્યું છે ત્યારે હવે ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તેવી અટકળો તેજ બની હતી. દરમિયાનમાં અમિત શાહના આગમનના બે દિવસ પહેલ મંત્રી ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે.કૈલાસનાથન દિલ્હી પહોંચ્યા હતા.

સચિવાલયમાં એક ચર્ચા એવી પણ હતી કે અમિત શાહની હાજરીમાં 30મીએ રાજ્ય સરકાર નાગરિકો માટેની મહત્વની જાહેરાત કરવા જઇ રહી છે તે અંગે ચર્ચાઓ થઇ હતી. જ્યારે એક વાત એવી પણ હતી કે જો ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવાની થાય તો એપ્રિલના પ્રથમ કે બીજા સપ્તાહમાં વિધાનસભાનું વિસર્જન કરવું પડે, તે મામલે પણ ચર્ચા છે. જોકે, એકપણ વાતને સત્તાવાર સ્વીકૃતિ મળી હતી.

બીજીતરફ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દિલ્હીમાં મહેશ શર્મા, ધર્મેન્દ્ર પ્રધાન અને નિર્મલા સિતારામન જેવા વિવિધ કેન્દ્રિય મંત્રીઓને મળીને ગુજરાતના કેન્દ્ર સાથેના પડતર મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

કાર્યક્રમો રદ કરી અધિકારી સાથે બે મંત્રી દિલ્હી પહોંચતા અટકળોનો દોર

અન્ય સમાચારો પણ છે...