• Gujarati News
  • National
  • સરકારી સ્કીમોમાં આધારનું શું કામ?

સરકારી સ્કીમોમાં આધારનું શું કામ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાજિકકલ્યાણની યોજનાઓ માટે આધારકાર્ડ અનિવાર્ય કરવાના સરકારી નિર્ણયને સુપ્રીમકોર્ટે ખોટો ગણાવ્યો છે. જોકે, કોર્ટે કહ્યું કે તે સરકારને બેંક ખાતું ખોલાવવા, ઇન્કમ ટેક્સ સહિત અન્ય બિનલાભકારી યોજનાઓમાં આધાર ફરજિયાત કરવાથી રોકી શકે.આધાર અનિવાર્ય કરવા સામે થયેલી અરજીઓ મામલે ચીફ જસ્ટિસ જે. એસ. ખેહરની

...અનુસંધાન પાનાં નં.11

અધ્યક્ષતાવાળી બેન્ચે આદેશ આપ્યો. ચીફ જસ્ટિસે કહ્યું કે આધારને પડકારતી અરજીઓ અંગે સુનાવણી માટે 7 જજની બંધારણ બેન્ચ રચવામાં આવશે પરંતુ હાલ તેમ કરવું શક્ય નથી. આધાર અંગે કોર્ટનો અગાઉનો આદેશ સંપૂર્ણ સ્પષ્ટ છે.

સિનિયર એડવોકેટ શ્યામ દીવાને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે સરકાર ઘણી યોજનાઓ માટે આધાર અનિવાર્ય કરી ચૂકી છે. કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. તેમણે તેમની અરજી અંગે જલદી સુનાવણીની માંગ કરી હતી પણ કોર્ટે જલદી સુનાવણીનો ઇનકાર કરી દીધો.

બિનલાભકારી યોજનાઓ માટે પણ જરૂરી

- 1 જુલાઇથી પાસપોર્ટ માટે આધાર નંબર આપવો ફરજિયાત.

- PAN કાર્ડ કઢાવવા અને રિટર્ન ફાઇલ કરવા માટે પણ આધાર જરૂરી.

- રેલવે ટિકિટોમાં ગેરરીતિ-છેતરપિંડી રોકવા પહેલેથી આધાર ફરજિયાત.

- ટૂંક સમયમાં મોબાઇલ નંબર પણ આધાર સાથે જોડીને વેરિફાય કરાશે.

યોજનાઓ માટે આધાર ફરજિયાત

{ અન્ન સબસિડી માટે રેશનકાર્ડ 30 જૂન સુધીમાં આધાર સાથે લિન્ક કરાવવું જરૂરી.

{એલપીજી (રાંધણગેસ) કનેક્શન, એલપીજી સબસિડી અને ઉજ્જવલા યોજના માટે.

{મનરેગા,પછાત વર્ગો અને વિકલાંગો સહિત તમામ પ્રકારની સ્કોલરશિપ માટે.

{મધ્યાહન ભોજન માટે પણ આધાર અનિવાર્ય કરાયું હતું. બાદમાં છૂટ અપાઇ.

અન્ય સમાચારો પણ છે...