તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિક્ષિકાની હત્યા કરી લાશને સળગાવતા પ્રેમી પણ ગૂંગળાઈ મર્યાનો ઘટસ્ફોટ

શિક્ષિકાની હત્યા કરી લાશને સળગાવતા પ્રેમી પણ ગૂંગળાઈ મર્યાનો ઘટસ્ફોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસ પહેલાં શિક્ષિકાનેે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કર્યાનું ખુલ્યું

જામનગરનાસત્યમ કોલોનીમાં આવેલા પરિવાર એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટમાં મંગળવારે સાંજે આગ લાગતાં દોડી આવેલા ફાયરબ્રિગેડની તપાસમાં શિક્ષિકાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી, જ્યારે અંદરના રૂમમાંથી શિક્ષિકાના પ્રેમીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. ભેદભરમ સર્જતી ઘટનાનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, શિક્ષિકાની બે દિવસ પહેલાં કપાળના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા થઈ હતી. બાદમાં લાશમાંથી દુર્ગંધ આવતા તેને બારી-બારણાં બંધ કરી સળગાવતા પ્રેમી યુવાનનું ગૂંગળામણથી મૃત્યુ નીપજ્યું હતું.

જામનગરના સત્યમ કોલોનીના પરિવાર એપાર્ટમેન્ટમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પુત્રી રેખાબા જાડેજા તેમના પતિથી અલગ તેના પ્રેમી જયરાજ રામજીભાઈ રાઠોડ સાથે આઠ મહિનાથી રહેતા હતા. મંગળવારે સાંજે રેખાબાની સળગેલી હાલતમાં મળી હતી, જ્યારે ઘરની અંદર બીજા ઓરડામાંથી પ્રેમી જયરાજ રામજીભાઈ રાઠોડની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. પીએમ રિપોર્ટના અંતે પોલીસે રેખાબાની બે દિવસ પહેલાં હત્યા કર્યા બાદ ઘર બંધ કરીને લાશને સળગાવતા ગુંગળામણથી જયરાજનું મૃત્યુ થયાનું સ્પષ્ટ કર્યું હતું. બીજીબાજુ રેખાબા સાથે રહેતી તેની પુત્રી હેમાંશી બનાવ વેળાએ કયાં હતી અને હાલમાં કયા છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રેમી મહિલાના પૂર્વ પતિ તરીકે ઓળખ આપતો’તો

મહિલાજ્યાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા તે શાળામાં તથા જ્યાં મહિલાની ઉઠક-બેઠક હતી તે તમામ જગ્યાએ પોલીસે નિવેદનો નોંધ્યા હતા.પોલીસને જાણવા મળ્યું હતું કે, મહિલાના પ્રેમી દ્વારા મહિલા જ્યાં ફરજ બજાવતા હતા ત્યાં તેમજ અન્ય જગ્યાએ તે તેની ઓળખ મહિલા પૂર્વપતિ દેવેન્દ્રસિંહ તરીકે આપતો હતો.

જામનગરની ભેદભરમ ભરેલી ઘટનાનો પીએમ રિપોર્ટ આવતા ભેદ ઉકેલાયો

અન્ય સમાચારો પણ છે...