• Gujarati News
  • National
  • ક્રૂસેડર દરેક હોય છે, માત્ર પ્રોત્સાહન જરૂરી છે

ક્રૂસેડર દરેક હોય છે, માત્ર પ્રોત્સાહન જરૂરી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રી 1 : ક્લૉડ લીલા પરુલેકર આચાર-વિચારમાં સંપૂર્ણ ફ્રેન્ચ હતી, પરંતુ તે એટલું પ્રવાહી મરાઠી બોલતી હતી કે તે પાક્કી મરાઠીભાષી લાગતી. તે જાણિતા મરાઠી પત્રકાર એનબી પરુલેકર અને ફ્રેન્ચ મહિલા શાંતા જાનવીએવ પામેરેની એકમાત્ર સંતાન હતી. દરેક માતા-પિતાની જેમ પરુલેકરે પણ પોતાની એકમાત્ર સંતાન માટે જીવનસાથી શોધી લીધો. તે પોતાના પૅટ(ડૉગી)ને સાસરે લઇ જવા ઇચ્છતી હતી, પરંતુ ભાવી સાસરાએ પોતાના શાનદાર ઘરમાં ડૉગના પ્રવેશને નકારી દીધો. તે દિવસે તેણે એક મોટો નિર્ણય લીધો કે તે જીવનભર અવિવાહિત રહીને સંપૂર્ણ જીવન પોતાના મિત્રોને સમર્પિત કરી દેશે. રીતે તેની એનિમલ કેરની યાત્રા શરુ થઈ. પશુ કલ્યાણ પ્રત્યે તેમના સમર્પણનું પરિણામ છે કે પશુ અધિકારના કાર્યોમાં તે ટોચના લોકો સાથે સામેલ થઈ શકી. પરુલેકરનું પૂણેનું ઘર જે તેમના ‘જીવ રક્ષા’ સંગઠનનું સરનામું પણ હતું, 400 કરતાં વધારે રોગગ્રસ્ત પશુઓનું આશ્રયસ્થાન બન્યું. મંગળવારે જાણિતી એનીમલ વેલફેર કાર્યકર્તા અને પત્રકાર પરુલેકરનું 81 વર્ષની ઉંમરમાં નિધન થયું. તે 2007થી વ્હીલચેર પર હતી. તેને એક પછી એક લકવાના કેટલાય આઘાત સહન કરવા પડ્યા હતા.

સ્ટોરી 2 : હુસૈન પઠાનની મધ્યપ્રદેશના નરસિંહપુરમાં ટેલરિંગની દુકાન છે. તેનાં બાળકો મેમોના ખાન(16) અને આમિર ખાન (14) એક પ્રસ્તાવ સાથે આવ્યા કે પોતાની સ્કૂલમાં એક ટૉયલેટ બનાવવા ઇચ્છે છે અને તે માટે તેમણે 10 હજાર રુપિયા બચાવ્યા છે, તો તેના સેલ્ફમેડ પિતાએ પાંપણો સુદ્ધાં ઝપકાવી અને નરસિંહપુરના મહારાણી લક્ષ્મીબાઈ ગર્લ્સ હાયર સેકેન્ડરી સ્કૂલમાં ટૉયલેટ બનાવવામાં ઓછા પડી રહેલા 14,500 રૂપિયાની વ્યવસ્થા કરી દીધી. 1600 વિદ્યાર્થીઓની સ્કૂલમાં ફક્ત બે ટૉયલેટ છે અને બાળકો દ્વારા બનાવવામાં આવી રહેલા ટૉયલેટ થકી થોડી સમસ્યા તો ઓછી થશે જ. મેમોના અને આમિર બંનેના કામની ખાસ વાત છે કે તેઓ માટે બે વર્ષથી પોતાની પોકેટ-મની અને તેમને મળનારી ‘લઘુમતી સમુદાય’ સ્કૉલરશિપમાંથી પૈસા બચાવી રહ્યા હતા. મેમોના 2011માં સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ‘મામાજી’ સંબોધીને લખેલા પત્રમાં સ્કૂલની પાસે રસ્તો બનાવવાની માગ કરી હતી. ચૌહાણે કહીને ફંડ મંજૂર કરી દીધું કે ‘ભાણીઓની વાત કઈ રીતે ટાળી શકાય?ω’ પત્ર લખવાના બે વર્ષ પછી રસ્તો બની ગયો.

અન્ય સમાચારો પણ છે...