• Gujarati News
  • National
  • જીવન વ્યવહારનું સુવર્ણસૂત્ર ‘માફ કરો ને માંડી વાળો’

જીવન વ્યવહારનું સુવર્ણસૂત્ર ‘માફ કરો ને માંડી વાળો’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લ્મ ‘રુસ્તમ’ જેમાં કમાન્ડર નાણાવટીએ તેના મિત્ર પ્રેમ આહુજાનું ખૂન ર્ક્યું તેની આખી મિત્રની બેવફાઈની કથા છે. તેની વાત જે વાર્તા જેવી છે તેનો બીજો ભાગ છે, પણ તેમાં પ્રેમની અને ક્ષમાની મૂળ વાત છે. પ્રેમમાં જ્યારે માનવીને સામા પાત્રનો લાંબાગાળે ધબકારો મળતો નથી અને જ્યારે સ્ત્રી કે પુરુષનો પ્રેમ પ્રતિધ્વનિ વગરનો રહે છે, ત્યારે સ્ત્રીપાત્ર વધુ ખિન્ન રહે છે. કવિ-લેખક અબ્રાહ્્મ કાઉલીએ કહ્યું છે કે કોઈને ચાહવું તે પણ એક મોટી પીડા છે. પીડા નજરઅંદાજ કરવા જેવી નથી- પીડાનો અનુભવ લેવા જેવો છે. જગતનું મોટામાં મોટું પેઇન (પીડા) સામા પાત્રનો પ્રેમમાં ધબકારો મળે તેનું છે, છતાં પ્રેમની બાબતમાં સ્ત્રીની આશા અમર છે.

સ્ત્રી અને ખાસ તો ભારતીય સ્ત્રી મોટે ભાગે મા-બાપે શોધેલા પાત્રને 99 ટકા પરણી જાય છે, છતાં ‘આશા અમર રહે છે’ કે તેની કુંવારી અવસ્થાનો પ્રેમી જરૂર તેનો પ્રેમ તાજો કરવા તેના જીવનમાં ક્યારેક આવશે. લેખ જે નાણાવટી-આહુજા ખૂન કેસને લગતો છે તેને વાંચતી વખતે સૂત્ર યાદ રાખજો કે ‘તમે કોઈને પ્રેમ કરો તે સ્ત્રીને પરણવાનો આગ્રહ રાખતા. તમારી પ્રેમિકા બીજે પરણી જાય છે, પણ તેનો પ્રેમી તેના પ્રેમ વગર કેટલો રીબાય છે કે ઝૂરે છે તે સાંભળવા ઘણી સ્ત્રી આતુર હોય છે, પણ મહદંશે પ્રેમીને ભૂલી જાય છે.

હવે આપણા નાણાવટી - પ્રેમ આહુજાની ખતરનાક સ્ટોરીના દૃશ્યને મુંબઈમાં લઈ જઈએ. 27 એપ્રિલ, 1959નો દિવસ છે. મુંબઈની સેશન્સ કોર્ટ સામે મુંબઈ અને બીજાં શહેરોના વાચકોને નાણાવટીએ તેની પત્ની સિલ્વિયાને પ્રેમ કરનારા પ્રેમ આહુજાનું ખૂન ર્ક્યું તે પ્રસંગ જાણવો હતો, તે બહારગામથી મુંબઈ આવ્યા હતા. મુંબઈ સેશન્સ કોર્ટમાં કેસ સાંભળવા ઘણા મુંબઈના લોકોએ ઓફિસમાંથી રજા લીધી હતી. કમાન્ડર નાણાવટીને સૌ જોવા માગતા હતા. ઓફિસના પટાવાળા, વોચમેન, સારાં ઘરની સ્ત્રીઓ વગેરે કોર્ટ બહાર ભેગા થયા હતા. પોલીસની વાન આવી. તેમાથી ખૂનનો આરોપી કમાન્ડર નાણાવટી ઊતર્યો. ઘણી સ્ત્રીઓ જેને નાણાવટી પ્રત્યે સહાનુભૂતિ હતી તેઓ ‘નાણાવટી, નાણાવટી’ના પોકાર કરવા માંડી હતી. નાણાવટી તેના મેડલવાળા નૌકાદળના યુનિફોર્મ સાથે આવ્યો હતો. આખી કોર્ટ ભરાઈ ગઈ હતી.

કોર્ટમાં ખૂન કેસનો ચુકાદો આવવાનો હતો, તે દરમિયાન મુંબઈ અને ભારતનાં અખબારોમાં રોજેરોજ પહેલે પાને મથાળાં છપાતાં હતાં. ‘શું કમાન્ડર નાણાવટીની પત્ની સિલ્વિયાને પ્રેમ કરનારા પ્રેમ આહુજાના ખૂન બદલ નાણાવટીને સજા થશે કે નહીં?’ ‘કેવી સજા થશે?’

કોર્ટરૂમ આખો ખીચોખીચ ભર્યો હતો. અખબારો ગરમાગરમ ભજીયાની જેમ વેચાતાં હતાં. ‘બ્લિટ્ઝ’ નામનું અંગ્રેજી સાપ્તાહિક જે 25 પૈસામાં વેચાતું હતું, તેના કાળા બજાર થતા હતા. છાપાંના ફેરિયા ખૂબ કમાતા હતા. એટલી હદે કેસ ચગ્યો કે કમાન્ડર નાણાવટીએ આહુજાનું ખૂન કરવામાં જેવી પિસ્તોલ વાપરી હતી, તે પિસ્તોલની નકલો વેચાવા માંડી. કમાન્ડર નાણાવટીની પત્નીને પ્રેમ કરનારા પ્રેમ આહુજા જે ટુવાલ પહેરીને કમાન્ડર નાણાવટી સામે આવેલો તે ટુવાલની પ્રતિકૃતિઓ વેચાવા માંડી હતી!

પ્રેમ ભગવાનદાસ આહુજાની વાતો પાનાં ભરીભરીને 1950ના દાયકામાં છપાવા માંડી. આહુજાનો મોટરકારનો સ્ટોર હતો. આહુજા દેખાવડો સિંધી યુવાન હતો. તેના મોટરકારના બિઝનેસ સિવાય તેનો બીજો ‘બિઝનેસ’ સ્ત્રીઓને પ્રેમમાં પાડવાનો ગણાતો હતો. તે ‘બિઝનેસ’માં કમાન્ડર નાણાવટીની પત્ની સિલ્વિયા પણ એક દેખાવડી ‘ગ્રાહક’ બની, પોતાનો દેહ પ્રેમ આહુજાને અર્પણ કરીને પ્રેમના જથ્થાબંધ ‘દુકાનદાર’ને સામે ચાલીને સિલ્વિયા પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી. સિલ્વિયા જેને કમાન્ડર નાણાવટી અનહદ ચાહતો હતો અને તેનાથી નાણાવટીને ત્રણ બાળકો થયાં હતાં તેમજ સિલ્વિયાએ પ્રેમ આહુજા સાથેના આડા સંબંધનો એકરાર કરતાં કમાન્ડર નાણાવટીએ સિલ્વિયાને માફ કરી દીધી. આખી સ્ટોરીમાં હીરો બનનાર કમાન્ડર નાણાવટી હતો. રીતે સ્ત્રીઓ માટેનો હીરો કે તેણે બેવફા પત્નીને માફ કરી હતી.

1950ના દાયકાના કેસને ફરી પાછો બોલિવૂડની ફિલ્મ ‘રુસ્તમે’ તાજો ર્ક્યો છે. તમે પોતે ફિલ્મ જોઈને કમાન્ડર નાણાવટીની તરફેણમાં તેણે પ્રેમ આહુજાનું ખૂન ર્ક્યું, તે ઘટનાથી બનતા સુધી નાણાવટીને માફ કરશો જ. 1952-53માં બનેલી ઘટના આજે પણ સમાજમાં આડા સંબંધોની ‘બાંધી મુઠ્ઠી’ને ખુલ્લી કરે છે અને નીચેનાં સત્યો ધ્યાન રાખવા જેવા ગણે છે, પણ આડા સંબંધોની બાંધી મુઠ્ઠી કોઈક વાર ખૂલે છે પછી બંધ રહે છે.

મુંબઈ કે અમદાવાદ કે વડોદરા જેવું શહેર હોય તે 70 વર્ષ પહેલાંનું હોય કે 2016નું શહેર કે ગામડું હોય, ત્યાં તમારા પતિ કે પત્નીનો કોઈ સાથે એક ‘પ્રેમપ્રસંગ’ થાય, તેનાથી તમે પોતે ન્યાયાધીશ બનીને પતિ કે પત્નીને છોડી દેવાની ઉતાવળી ભૂલ કરશો. ક્ષમા’ શબ્દ સંસારના દરેક વ્યવહારમા ખૂબ ઉપયોગી છે. નાની-નાની વાતમાં તમારાં બાળકોની ભૂલો માટે માફ કરો, ત્યારે તમે મા-બાપ તરીકે સંતાનોને ખૂબ વહાલાં લાગો છો.

માતા પ્રત્યે બાળકોને શું કામ વધુ પ્રેમની લાગણી હોય છે? એટલા માટે કે બાળકોના નાના-મોટા દોષો કે ગુનાઓ માતા માફ કરે છે. આજે 2016માં જીવવા માટે ડગલે ને પગલે તમારે મિત્રોને, પત્નીને અને પતિને કે સંબંધીને માફ કરતાં શીખી જવું પડશે. એક વાક્ય અમે બહુ વારંવાર બોલતાં, તે સાદું વાક્ય સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવું છે- ‘માફ કરો ને માંડી વાળો.’

અન્ય સમાચારો પણ છે...