• Gujarati News
  • National
  • તાપીમાં પાણી નહીં છોડાય, વિસર્જનમાં મુશ્કેલી

તાપીમાં પાણી નહીં છોડાય, વિસર્જનમાં મુશ્કેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં વિઘ્નહર્તાના વિસર્જનમાં પાણી છોડવા મુખ્યમંત્રીની ધરાર ના

દરવખતે વિસર્જનના દિવસે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવતુ હતું.જો કે ‌વખતે વિસર્જનના દિવસે સરકારે ઉકાઈમાંથી પાણી છોડવાની ના પાડી દીધી છે. આવા સંજોગોમાં ઓવારા પર વિસર્જન કરવાની પ્રકિયામાં સાંજ પછી મુશ્કેલી પડશે. હવે ત્યારે ગણેશભક્તોએ બાપાની મૂર્તિનું વિસર્જન ભરતીના સમયે કરવાનું રહેશે. તાપીમાં દર વખતે વિસર્જનના દિવસે પાણીની તકલીફ રહે છે.જેને લઈને દર વખતે સરકારને ઉકાઈમાંથી પાણી છોડવા બાબતે રજૂઆત કરવામાં આવતી હોય છે. ગયા વખતે ઉકાઈમાંથી 50 હજાર કયુસેક પાણી વિસર્જનના દિવસે છોડવામાં આવ્યું હતું. જો કે વખતે સરકારે ઉકાઈમાંથી પાણી છોડવાની ના પાડી દેતા ઓવારાના સંચાલકોએ હવે બાપાની મૂર્તિને વિસર્જન ભરતીના પાણીમાં કરવુ પડશે.આવતીકાલે ચૌદશની ભરતીના પાણી તાપીમાં સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી જોવા મળશે.બાકી ત્યાર પછી તાપીમાં બાપાની મૂર્તિનું વિસર્જન કરવું ઓવારાના સંચાલકો માટે મુશ્કેલી બની રહેશે.ડુમસ નાવિક કલબ ઓવારાના સંચાલક ભરત ઘંટીવાલાએ જણાવ્યું કે સાંજે 5 વાગ્યા પછી 10 ફુટથી ઉંચી મૂર્તિઓનું વિસર્જન તાપીમાં પાણી હોવાને કારણે અટકી પડશે.જેના કારણે મૂર્તિઓ સ્ટોરેજ કરી મોડીરાત્રે ભરતીના પાણીમાં વિસર્જન કરાશે.

અન્ય સમાચારો પણ છે...