તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વરસાદ ખેંચાતાં ખેડૂતોને 15 દિવસ માટે રોજ 10 કલાક વીજળી અપાશે

વરસાદ ખેંચાતાં ખેડૂતોને 15 દિવસ માટે રોજ 10 કલાક વીજળી અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા વરસાદ ખેંચાતા ખેડૂતોને માત્ર 15 દિવસ 10 કલાક વીજળી આપવાનો નિર્ણય બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયો છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં ખેડૂતોને આઠ કલાક મળતી વીજળી દસ કલાક આપવાની જાહેરાત કરાઇ હતી, પણ તેનો અમલ કર્યો હતો. કેબિનેટની બેઠકમાં માત્ર સૌરાષ્ટ્ર નહીં, પણ આખા ગુજરાતમાં દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરાતા જે ખેડૂતો પાસે પાકને પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા છે તેમને રાહત મળી છે. જો કે ખેડૂતોને બે કલાક વીજળી આપવા માટે રાજ્ય સરકાર પર રૂ. 150નો નાણાંકીય બોજ પડશે. દરમિયાનમાં કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે “સૌની યોજના”ના નાટક પછી પણ ખેડૂતોને પાણી નથી મળ્યું ત્યારે વીજળી વધુ આપવાથી કોઇ અર્થ સરશે નહીં છે.

15 દિવસથી પૂરતો વરસાદ પડતા મોલાતના ઉછેર સામે જોખમ ઊભું થયું છે. કૂવામાં પણ પાણીની પૂરતી આવક થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરની મુલાકાત વખતે સૌની યોજનાથી ડેમ ભરાય જતા પાકને પાણી પિવડાવવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી પૂરી પાડશે તેવી જાહેરાત કરી હતી. મુદ્દે આજે કેબિનેટમાં ચર્ચા થઇ હતી. કૃષિ મંત્રી ચીમન સાપરિયાના કહ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બળી જાય તેવી સ્થિતિ છે. આથી આજે મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતોને તા. 18 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર, 2016 સુધી આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે.

ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપૂરતી : કોંગ્રેસ

કોંગ્રેસનાધારાસભ્ય રાઘવજી પટેલે કહ્યું હતું કે ઉદ્યોગોને જોઇએ ત્યારે વીજળી આપવામાં આવે છે, જ્યારે ખેડૂતોને આઠને બદલે દસ કલાક વીજળી પૂરી પાડવાની સરકાર જાહેરાત કરે છે. જાહેરાતનો અમલ પણ હવે કરશે ત્યારે પાકની શું સ્થિતિ હશે તે વિચારવા જેવું છે. ખેડૂતોના કૂવામાં પૂરું પાણી નથી, વીજળીના સબસ્ટેશનો પૂરતા નથી ત્યારે વીજળી ખેડૂતને ઉપયોગી થશે કે નહીં તે પ્રશ્ન છે.

18 સપ્ટે.થી 2 ઓક્ટોબર સુધી આખા ગુજરાતમાં અમલનો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...