ભાસ્કર ઇમ્પેક્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીયમંત્રીસ્મૃતિ ઇરાની રાજ્યસભાના સાંસદ બન્યા બાદ મઘરોલ ગામને દત્તક લઇને વિકાસના કામો હાથ ધર્યા હતા જેમાં 8.2 કરોડના વિકાસના કામો કર્યા હોવાનો દાવો કર્યો હતો. અને કેન્દ્રીયમંત્રીએ ટ્વીટર પર તાજેતરમાં વિકાસના કામોની યાદી મુકી હતી. પરંતુ તેઓએ દત્તક લીધેલા મઘરોલ ગામમાં હાથ ધરાયેલા વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચારના પગલે બ્લોક પેવીંગ બસસ્ટેન્ડ, શૌચાલય તથા કોમ્યુનિટી હોલ ટુંકાગાળામાં બિસમાર થઇ ગયા હતા. જેનો અહેવાલ બુધવારના રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં તંત્ર સફાળુ જાગ્યું હતું. અને પોતાની પોલની ઢાંકપિછોડ કરવા માટે તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું. જેને લઇને ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલ મઘરોલ ગામના વિકાસના કામોમાં આદરેલ બેદરકારીના સમાચાર દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં તંત્ર સફાળુ જાગ્યું હતું. બુધવાર સવારે તંત્રના અધિકારીઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. સવારના 8 વાગ્યાના અરસામાં તળાવના કિનારે તથા અન્ય માર્ગો પર નાંખવામાં આવેલા હલકી ગુણવત્તાના બ્લોક પેવીંગને ઉખાડીને નવેસરથી સમારકામ કરી નવા બ્લોક નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે બસસ્ટેન્ડ, કોમ્યુનિટી હોલ અને નવા બનેલા શૌચાલયના મકાનમાં પડેલી તીરાડો પુરવાનું કામ પણ હાથ ધરી દીધું હતું. માટે તંત્ર દ્વારા 50થી વધુ મજુરોને ગામમાં ઉતારી દેવામાં આવ્યા હતા.

સાથે સાથે ગામના માર્ગો પર ખડકાયેલા ગંદકીના ઢગ પણ દુર કરી દેવાયા હતા. આમ કેન્દ્રીય મંત્રીએ દત્તક લીધેલ ગામમાંથી ફરિયાદ ઉઠે તે માટે તંત્રએ ઢાંકપિછોડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને લઇને ગ્રામજનોમાં આશ્ચર્ય વ્યાપી ગયું હતું. સ્મૃતિ ઇરાનીના ટ્વીટ સામે જિલ્લાના કેટલાક લોકોએ રીટવીટ કરીને વેધક સવાલ કર્યા હતા. જેમાં તિખડખોરો દ્વારા ‘મેડમજી એક બાર જાકે તો આઇએ આપકે નોડલ ડિસ્ટ્રીકટ મે ડેવલપમેન્ટ કા સારા નશા ઉતર જાયેગા’ ટ્વીટર કરી સલાહ આપતા જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને સાંસદે લીધેલા દત્તક ગામમાં કામગીરી કરવાનું હાથ પર લીધું હતું. જેના કારણે પ્રજામાં ભારે આશ્ચર્ય પેદા થયું હતું.

મઘરોલ ગામમાં પોલંપોલ ઢાંકવા તંત્ર કામે લાગ્યું

અન્ય સમાચારો પણ છે...