તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દીવ શહેરનાં ઓટો રીક્ષા ચાલકો મનફાવે તેમ ભાડા વસુલતાની રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવ શહેરનાં ઓટો રીક્ષા ચાલકો મનફાવે તેમ ભાડા વસુલતાની રાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રશાંસિત પ્રદેશ દીવ દેશ-વિદેશમાં એક સારા અને સુંદર સ્થળ તરીકે જાણીતું છે અને દેશ-વિદેશનાં હજારો પર્યટકો અહીં હરવા - ફરવા આવે છે. અહીં દારૂબંધી નથી ઉપરાંત અહીંના દરિયા કિનારાનાં આલ્હાદક સૌંદર્ય નિહાળવા પર્યટકોને ખાસ આકર્ષિત કરે છે.

દીવ પર્યટક વિભાગ દ્વારા પર્યટનનાં વિકાસ માટે તંત્ર દ્વારા લાખોનો ખર્ચ કરી પર્યટનનો વિકાસ કરી રહયું છે. ત્યારે દીવનાં સૌંદર્યને માણવા આવતા પ્રવાસીઓ પાસેથી ઓટો રીક્ષા ચાલકો મનફાવે એવું ભાડુ વસુલ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

દીવ જિલ્લામાં ઓટો રીક્ષામાં ભાડા માટે મીટર સિસ્ટમ હોવાથી દીવ આરટીઓ દ્વારા દરેક ઓટો રીક્ષા ચાલકોને ભાવ પત્રક આપેલ હોવા છતાં આરટીઓ પ્રમાણીત ભાવ પત્રક ફકત કાગળ પરજ રાખી અમુક રીક્ષા ચાલકો પર્યટકો ઉપરાંત સ્થાનિક લોકો પાસેથી ખુલ્લેઆમ વધુ ભાડુ વસુલવામાં ડર અનુભવતા નથી.

તહેવારો અને રજાના દિવસોમાં સ્થાનિક લોકોને પણ બાબતે ખુબજ હાલાકી ભોગવવી પડે છે. મોટા ભાગનાં રીક્ષા ચાલકો આવા દિવસોમાં લાંબા રૂટનાં ભાડાની આશાએ સથાનિક લોકોને ઓટો રીક્ષામાં બેસતા પહેલાજ ના પાડી દે છે કે ભાઇ, રીક્ષા બુક છે. ત્યારે નજીકના વિસ્તારમાં જવા માટે વધુ ભાડુ આપવા છતાં સ્થાનિક લોકોને ઓટો રીક્ષા મળતી નથી. ત્યારે ખોટી રીતે હાલાકી ભોગવવી પડતી હોવાની સ્થાનિકોની પણ વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલા લઇ જિલ્લાની દરેક ઓટો રીક્ષામાં આરટીઓ દ્વારા પ્રમાણીત કરેલ ભાવપત્રક પેસેન્જરને દેખાય તે રીતે લગાડવું જરૂરી બની રહે છે એની લોકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો