તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગરિમાની સાથે જીવનની ઝડપ પાછી ફરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરિમાની સાથે જીવનની ઝડપ પાછી ફરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ડો-તિબેટ ફોર્સમાં સૈનિક હતો અને દેશ માટે દરેક પ્રામાણિક સૈનિકની જેમ કામ કરતો હતો. આત્મવિશ્વાસથી ભરપૂર તે સૈનિક એક દિવસ ઘાયલ થઈ ગયો અને તેનો ડાબો હાથ અને પગ લકવાગ્રસ્ત થઈ ગયો. તેની દુનિયા અટકી ગઈ. આત્મવિશ્વાસથી ભરપૂર તે યુવાન અચાનક એકાકી થઈ ગયો. સમાજે એવું કર્યું, પરંતુ તેણે પસંદ કર્યું. યુદ્ધના મેદાનમાં ઘાયલ થનારા સૈનિકે શરીરના અંગો સિવાય પણ ઘણું ખોયું. કેટલાય લોકો સ્થિતિમાં પોતાનું ગૌરવ ગુમાવે છે. સમય કપરો હોય છે.

પરંતુ એક દિવસ હૈદરાબાદના પેરા સાઇકલિસ્ટ આદિત્ય મેહતા અને તેની ટીમ તેમને મળી. આદિત્ય મેહતા ફાઉન્ડેશનો ભાગ પણ હતો જે સેન્ટ્રલ આર્મ્ડ ફૉર્સિસના દિવ્યાંગ સૈનિકોને કેટલીક રમતો માટે ટ્રેનિંગ આપતું હતું. ટીમે તેને તેના ટ્રેનિંગ પ્રોગ્રામ માટે સામેલ થવા માટે રાજી કર્યા. ટ્રેનિંગ પ્રોગ્રામના અંતે સોલ્જર મનાલીથી ખારદુંગલા સાઇકલિંગ ગેમ માટે જઇ રહ્યા હતા. વાતની ચિંતા કર્યા વિના કે કોઈ યાત્રામાં તેમની સાથે છે કે નહીં. સાઇકલ ટ્રીપમાં કેટલાક અંદરના ક્ષેત્રોને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેથી લોકો મોટા ઉદ્દેશ પ્રત્યે જાગૃત થઈ શકે અને કોઈ પણ રીતે ચાવલા કેમ્પ, દિલ્હીમાં મદદરૂપ થઈ શકે. કેમ્પ 2 ઓક્ટોબરથી શરુ થવાનો છે. ફાઉન્ડેશન અલગ-અલગ ફીઝિયોથેરેપિસ્ટ સાથે વિવિધ રમતો માટે અલગ-અલગ ટીમ બનાવશે. ઉદાહરણ તરીકે સાઇકલિંગ ટીમ હૈદરાબાદમાં જલ્દી ટ્રેનિંગ શરી કરવાની છે. રીતે બેડમિન્ટન ટીમની ટ્રેનિંગ મુંબઈ અને બેંગલુરુમાં થશે. સૌથી મોટો પડકાર રમતનું શિક્ષણ આપવું નહીં, પરંતુ ખેલાડીઓનું મેન્ટલ બ્લૉક દૂર કરવાનું છે. માટે આદિત્યની ટીમ મોટા ભાગનો સમય કાઉન્સિલીંગ સેશનમાં આપે છે. તેની શરુઆત ત્યારે થઈ જ્યારે આદિત્યને અહેસાસ થયો કે તેને વિકલાંગોમાંથી અક્ષમતા કાઢીને સક્ષમ બનવાનું છે. તેની ટીમ મનાલીથી ખારદુંગલા માટે રો઼ડ ટ્રિપ પર નીકળ્યા ત્યારે તેમણે શીખ્યું કે કઈ રીતે ફંડ એકત્ર કરવામાં આવે છે. ફંડ 50 પૈરા એથલિટ્સને મળ્યું અને તે માટે વ્હીલચેર અને અન્ય ઉપકરણો લાવવામાં આવ્યા. આદિત્ય માટે સૌથી વધારે ખુશી વાતની છે કે દરેક પ્રતિભાશાળીની કાયાપલટ થઈ રહી છે.

ફંડા છે કે જિંદગી આપોઆપ ઝડપી ગતિથી ચાલશે, જો ગૌરવ અને આત્મવિશ્વાસ પર પણ અન્ય બાબતોની જેમ ધ્યાન આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો